શુક્રવાર, 23 મે, 2025

7. રોકડમેળ અને તેના પ્રકારો || STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS || Std 11 Account Part 1 CH 7 || ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1 || Std 11 Account Part 1 ch 7 રોકડમેળ

7. રોકડમેળ અને તેના પ્રકારો


STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS 2023 

Std 11 Account Part 1 CH 7

ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1

Std 11 Account Part 1 ch 7 રોકડમેળ 

રોકડમેળ એ આમનોંધ અને રોકડ ખાતા એમ બંનેની ગરજ સારે છે.

જમા ખર્ચી વ્યવહાર એટલે એવો નાણાકીય વ્યવહાર જેના રોકડ અને બેંક એમ બંને ખાતાં અસર પામતાં હોય છે તેથી આ પ્રકારના વ્યવહારની નોંધ રોકડમેળમાં બંને બાજુએ કરવામાં આવે છે.

જમા ખર્ચી વ્યવહારના બે પ્રકાર છે.
(૧) બેન્કમાં રોકડ ભરવી.
(૨) બેન્કમાં રોકડ ઉપાડવી.

ચેક એ એક પ્રકારનો વિનિમયપત્ર છે. ચેકમાં ત્રણ પક્ષકારો હોય છે.
(૧) ચેક લખનાર
(૨) જેની પર ચેક લખવામાં આવ્યો હોય તે બેન્ક
(૩) નાણાં મેળવનાર

પેટા રોકડમેળ સહાયક કેશિયર તૈયાર કરે છે. તેના બે પ્રકાર છે.
(૧) સાદો પેટા રોકડમેળ
(૨) અનામત પેટા રોકડમેળ

ત્રણ ખાનાંવાળા રોકડમેળમાં વટાવના ખાનાની બાકી શોધવામાં આવતી નથી, પરંતુ બંને બાજુની રકમોનો સરવાળો જ દર્શાવાય છે.

નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો.

1. રોકડ વ્યવહારની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટાનોંધ એટલે.....

જવાબ :- રોકડમેળ

2. બે ખાનાંવાળો રોકડમેળ કેટલી પદ્ધતિએ તૈયાર કરવામાં આવે છે ?

જવાબ :- 3 ( ત્રણ )

3. ................ એ આમનોંધ અને રોકડ ખાતાની ગરજ સારે છે.

જવાબ :- રોકડમેળ

4. કયા પ્રકારના વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી ?

જવાબ :- વેપારી વટાવ

5. બેન્ક આપણા ખાતે વ્યાજ જમા કરે ત્યારે .........

જવાબ :- બેંકસિલક વધે

6. કેવા વ્યવહારોની રોકડમેળમાં નોંધ કરવામાં આવતી નથી ?

જવાબ :- બિનરોકડ વ્યવહારોની

7. બેન્કમાંથી રૂ.9000 ઓફિસખર્ચ માટે ઉપાડતાં રોકડમેળમાં વ્યય બાજુએ વિગતના ખાનામાં શું લેખાશે ?

જવાબ :- રોકડ ખાતે

8. બેન્કના ચોપડે બેંક ઓવરડ્રાફટની કઈ બાકી હોય છે ?

જવાબ : ઉધાર

9. જો બેન્ક શેર ડિવિડન્ડની રકમ વેપારી વતી ઉઘરાવી નોંધ કરે, તો બેંકસિલકની બાકીમાં શું થાય ?

જવાબ :- વધારો થાય

10. જો બેન્કચાર્જીસની રકમ વેપારી ખાતે નોંધે, તો બેન્ક ઓવરડ્રાફટની બાકીમાં શું થાય ?

જવાબ :- વધારો થાય

11. રૂ.10000 નો માલ ખરીદ્યો. આ વ્યવહાર કઈ પેટાનોંધમાં નોંધાશે ?

જવાબ :- રોકડમેળ

12. રૂ.12000 નું ફર્નિચર ખરીદ્યું. આ વ્યવહાર કઈ પેટાનોંધમાં નોંધાશે ?

જવાબ :- રોકડમેળ

13. પેટા રોકડમેળ શા માટે રાખવામાં આવે છે ?

જવાબ :- પરચુરણ ખર્ચા નોંધવા

14. ત્રણ ખાનાંવાળો રોકડમેળ વેપારી રાખતો હોય ત્યારે ખાતાવહીમાં કયાં ખાતા રાખવામાં આવતા નથી ?

જવાબ :- રોકડ અને બેન્કના

15. પાસબુકમાં નોંધેલ બેન્ક ડિપોઝિટનું વ્યાજ કયા નોંધાય છે ?

જવાબ :- રોકડમેળ

16. રોકડમેળમાં નોંધાયેલા જે વ્યવહારની ખતવણી કરવાની નથી, તેને કયો વ્યવહાર કહેવાય ?

જવાબ :- જમા - ખર્ચી

17. જ્યારે રોકડ બેન્કમાં ભરવામાં આવે ત્યારે રોકડમેળમાં કઈ બાજુ નોંધ થાય છે ?

જવાબ :- બંને બાજુ

18. ચેકમાં કેટલા પક્ષકાર હોય છે ?

જવાબ :- ત્રણ

19. રોકડમેળના કેટલા પ્રકારો છે ?

જવાબ :- ત્રણ

20. રોકડમેળનું સ્વરૂપ કોના જેવું છે ?

જવાબ :- ખાતા

21. રોકડમેળ એ કયા ખાતાની ગરજ સારે છે ?

જવાબ :- રોકડ

22. પેટા રોકડમેળમાં કયા પ્રકારના ખાના પાડવામાં આવે છે ?

જવાબ :- આવક - ખર્ચ

23. સાદો રોકડમેળ રાખનાર વેપારી ખાતાવહીમાં કયું ખાતું રાખતો નથી ?

જવાબ :- રોકડ

24. રોકડ ખરીદી રોકડમેળની કઈ બાજુ નોંધાય છે ?

જવાબ :- જમા બાજુ

25. અગાઉ માંડી વાળેલ ઘાલખાધની રકમ પરત મળે, તો તે વ્યવહારની નોંધ કઈ પેટા નોંધમાં થશે ?

જવાબ :- રોકડમેળ 



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો