લેબલ STD 11 ACCOUNT સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ STD 11 ACCOUNT સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 23 મે, 2025

11. બેંક સિલકમેળ || STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS || Std 11 Account Part 1 CH 11 PDF || ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1 || Std 11 Account Part 1 ch 11 બેંક સિલકમેળ

11. બેંક સિલકમેળ



STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS

Std 11 Account Part 1 CH 11 PDF

ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1

Std 11 Account Part 1 ch 11 બેંક સિલકમેળ

-: ખૂબ જ અગત્યના મુદ્દાઓ :-

પાસબુક એ બેન્કના ચોપડે રહેલ વેપારીના ખાતાનો ઉતારો કે નકલ...

બેન્કસિલક મેળ એ કોઈ ખાતું નથી, પરંતુ તે ફક્ત એક પત્રક છે...

વેપારીના ચોપડે બેન્ક ખાતું એટલે રોકડમેળ...

બેન્કના ચોપડે વેપારીનું ખાતું એટલે પાસબુક...

રોકડમેળ મુજબ બેન્ક ખાતાની ઉધાર બાકી એટલે બેન્કસિલક...

રોકડમેળ મુજબ બેન્ક ખાતાની જમા બાકી એટલે બેન્ક ઓવરડ્રાફ્ટ...

પાસબુક મુજબ જમા બાકી એટલે બેન્કસિલક...

પાસબુક મુજબ ઉધાર બાકી એટલે બેન્ક ઓવરડ્રાફ્ટ...

બેન્ક સિલકમેળ એટલે અમુક ચોક્કસ સમયે કે તારીખે રોકડમેળ મુજબની બેન્કની બાકી અને પાસબુકની બાકી વચ્ચેના તફાવતના કારણો દર્શાવતું પત્રક...

બેન્ક સિલકમેળ વેપારી તૈયાર કરે છે...

બેન્ક સિલકમેળ બનાવવાથી ભૂલો દૂર થતી નથી, પરંતુ ભૂલો જાણી શકાય છે. 

બેન્ક સિલકમેળ રોકડમેળ અને પાસબુકની બાકીઓ વચ્ચે ઊભા થયેલ તફાવતનાં કારણો દર્શાવતું મેળવણીપત્રક છે....

બેન્ક સિલકમેળ ગમે તે સમયે રોકડમેળ અને પાસબુકના આધારે તૈયાર કરવામાં આવે છે...

નીચે આપેલ પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો...

1. બેન્ક સિલક............... દ્વારા તૈયાર કરવામાં આવે છે.

જવાબ :- વેપારી

2. બેન્ક સિલકમેળ ............ છે, ............. નથી.

જવાબ :- પત્રક , ખાતું

3. પાસબુક એ ............... છે.

જવાબ :- બેન્કના ચોપડે વેપારીના ખાતાનો ઉતારો

4. બેન્ક સિલકમેળનો મુખ્ય ઉદ્દેશ ............ વચ્ચે તફાવતની મેળવણી કરવાનો છે.

જવાબ :- પાસબુક મુજબ રોકડમેળ મુજબ જે - તે સમયની આખર બાકી

5. બેન્ક સિલકમેળ તૈયાર કરવાથી ............ જાણી શકાય છે.

જવાબ :- ઉપરની બધી જ બાબતો

6. બેન્ક સાથેના વ્યવહારોનું પત્રક............ , ............. ને મોકલે છે.

જવાબ :- બેન્ક, વેપારી

7. રોકડમેળ મુજબ બેન્કસિલક એટલે .............. બાકી.

જવાબ :- ઉધાર

8. રોકડમેળ મુજબ બેન્ક ઓવરડ્રાફટ એટલે ............ બાકી.

જવાબ :- જમા

9. પાસબુક મુજબ જમા બાકી એટલે.............

જવાબ :- બેન્કસિલક

10. પાસબુક મુજબ ઉધાર બાકી એટલે.............

જવાબ :- બેન્ક ઓવરડ્રાફ્ટ

11. બેન્ક સિલકમેળ બનાવવાથી..............

જવાબ :- ભૂલો જાણી શકાય છે.

12. બેન્કમાં રૂ. 9000 ભર્યા, આ વ્યવહારથી..............

જવાબ :- બેન્કસિલક વધે

13. દેવાં પેટે લેણદારને ચેક આપવાથી.......

જવાબ :- બેન્ક ઓવરડ્રાફ્ટ વધે

14. બેન્કના ચોપડે વેપારીનું ખાતું એટલે શું ?

જવાબ :- પાસબુક

15. બેન્ક સિલકમેળ ક્યારે તૈયાર કરી શકાય છે ?

જવાબ :- ગમે તે સમયે


નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.

1. બેન્ક સિલકમેળ ક્યારે અને કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

જવાબ :- બેન્ક સિલકમેળ અમુક ચોક્કસ સમયે કે તારીખે વેપારી દ્વારા તૈયાર કરવામાં આવે છે.

2. બેન્ક સિલકમેળ તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ જણાવો.

જવાબ :-

3. બેન્ક સિલકમેળમાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે ?

જવાબ :-

4. બેન્ક સિલકમેળમાં કયા વ્યવહારો નોંધવામાં આવતા નથી ?

જવાબ :-

5. પાસબુકમાં ઉધાર ખાનાનો સરવાળો અને રોકડમેળમાં ઉધાર બાજુનો સરવાળો વધારે હોય, તો શું ગણાય ?

જવાબ :-

6. બેન્ક સિલકમેળનું બીજું નામ શું છે ?

જવાબ :-

7. પાસબુક મુજબ જમા બાકી જ્યારે રોકડમેળ મુજબ ઉધાર બાકી એટલે બેન્કસિલકનું કારણ જણાવો.

જવાબ :-

8. વેપારી અને બેન્ક વચ્ચે કેવો સંબંધ હોય છે ?

જવાબ :-

9. વેપારીના ચોપડે બેન્ક ખાતું એટલે શું ?

જવાબ :-

10. બેન્કના ચોપડે વેપારી ખાતું એટલે શું ?

જવાબ :-

11. પાસબુક એટલે શું ?

જવાબ :-

12. પાસબુક મુજબની ઉધાર બાકી એટલે શું ?

જવાબ :-

13. રોકડમેળ કે બેન્ક ખાતા પ્રમાણે ઉધાર બાકી એટલે શું ?

જવાબ :-

14. બેન્ક સિલકમેળ એટલે શું ?

જવાબ :-

15. બેન્ક સિલકમેળ કયા ચોપડાના આધારે તૈયાર કરવામાં આવે છે ?

જવાબ :- 

10. કાચું સરવૈયું || STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS || Std 11 Account Part 1 CH 10 PDF || ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1 || Std 11 Account Part 1 ch 10 કાચું સરવૈયું

10. કાચું સરવૈયું


STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS

Std 11 Account Part 1 CH 10 PDF

ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1

Std 11 Account Part 1 ch 10 કાચું સરવૈયું 

કાચું સરવૈયું એ પત્રક છે, ખાતું નથી.

કાચું સરવૈયું વાર્ષિક હિસાબો તૈયાર કરતાં પહેલાં તૈયાર કરવામાં આવે છે.

કાચું સરવૈયું એ ખાતાવહી અને વાર્ષિક હિસાબો વચ્ચે કડીરૂપ છે.


નીચેના પ્રશ્નનો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો.

1. કાચું સરવૈયું કયા તબક્કા પછી તૈયાર કરવામાં આવે છે ?

જવાબ :- ખાતાવહી પછી

2. કાચા સરવૈયાના આધારે કઈ બાબત તૈયાર કરવામાં આવે છે ?

જવાબ :- વાર્ષિક હિસાબો 

3. કાચા સરવૈયામાં કેટલા સમયના ખાતાં હોય છે ?

જવાબ :- 1 વર્ષના 

4. કાચું સરવૈયું કઈ કઈ રીતે તૈયાર કરી શકાય ?

જવાબ :- (a) અથવા (d)

5. ગાણિતિક દ્રષ્ટિએ કાચું સરવૈયું સાચું એટલે .............

જવાબ :- બંને બાજુનો સરખો સરવાળો

6. કાચું સરવૈયું એ .............. છે.

જવાબ :- પત્રક

7. ખાતાવહી અને વાર્ષિક હિસાબો વચ્ચે શું કડીરૂપ છે ?

જવાબ :- કાચું સરવૈયું 

8. કાચું સરવૈયું તૈયાર કરવાનો મુખ્ય હેતુ કઈ દ્રષ્ટિએ હિસાબો સાચા છે કે નહિ તે જાણવાનો છે ?

જવાબ :- ગણિતની 

9. ચોક્કસ સમયના અંતે વિવિધ ખાતાં કઈ અને કેટલી બાકી દર્શાવે છે તે યાદી કે પત્રક એટલે ?

જવાબ :- કાચું સરવૈયું 

10. કાચું સરવૈયું તૈયાર કરવાથી આડકતરી રીતે કોના પર અંકુશ રાખી શકાય છે ?

જવાબ :- કર્મચારી

11. હિસાબોની ગાણિતિક ચકાસણી માટે શું તૈયાર કરવામાં આવે છે ?

જવાબ :- કાચું સરવૈયું 

12. કાચું સરવૈયું ન મળે ત્યારે કામ ચલાઉ કયા ખાતા દ્વારા મેળવી લેવામાં આવે છે ?

જવાબ :- ઉપલક ખાતાં

13. કાચું સરવૈયું જુદા જુદા ખાતાઓની ............... પરથી તૈયાર કરવામાં આવે છે.

જવાબ :- બાકીઓ


નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.

1. કાચું સરવૈયું ગણિતની દૃષ્ટિએ ક્યારે સાચું કહેવાય ?

જવાબ :- કાચા સરવૈયામાં દર્શાવેલ ઉધાર બાકીઓનો અને જમા બાકીઓનો સરવાળો સરખો થાય, તો ગણિતની દૃષ્ટિએ સાચું કહેવાય.

2. કાચા સરવૈયામાં કેટલી બાજુઓ હોય છે ?

જવાબ :- કાચા સરવૈયામાં બાજુઓ નથી હોતી, તે પત્રક છે.

3. કાચા સરવૈયાના બંને બાજુના સરવાળા વિશે તમે શું જાણો છો ?

જવાબ :- કાચા સરવૈયામાં દર્શાવેલ ઉધાર બાકીઓનો સરવાળો અને જમા બાકીઓનો સરવાળો સરખો હોવો જોઈએ.

4. કાચા સરવૈયાનો અર્થ આપો.

જવાબ :- કોઈ ચોક્કસ હિસાબી મુદતના અંતે ધંધાના દરેક ખાતાની ઉધાર અને જમા બાજુની રકમોનો સરવાળો કે તેમની બાકીઓ દર્શાવતું પત્રક એટલે કાચું સરવૈયું.

5. કાચું સરવૈયું તૈયાર કરવાનો મુખ્ય હેતુ જણાવો.

જવાબ :- કાચું સરવૈયું તૈયાર કરવાનો મુખ્ય હેતુ ગણિતની દૃષ્ટિએ હિસાબો સાચા છે કે નહિ તે જાણવાનો છે.

6. કાચું સરવૈયું ખાતું છે ?

જવાબ :- કાચું સરવૈયું એક પત્રક છે, ખાતું નથી.

7. કાચું સરવૈયું તૈયાર કરવાની પદ્ધતિઓ કેટલી ? કઈ કઈ ?

જવાબ :- કાચું સરવૈયું તૈયાર કરવાની બે પદ્ધતિઓ છે. (૧) સરવાળાની પદ્ધતિ (૨) ખાતાની બાકીની પદ્ધતિ

8. કાચા સરવૈયામાં ગમે તે બે લક્ષણો જણાવો.

જવાબ :- કાચા સરવૈયાનાં લક્ષણો નીચે મુજબ છે.
(૧) કાચું સરવૈયું એ પત્રક છે, ખાતું નથી.
(૨) કાચું સરવૈયું ચોક્કસ હિસાબી સમયના અંતે કોઈ ચોક્કસ તારીખના રોજ તૈયાર કરવામાં આવે છે.

ખૂબ જ અગત્યના દાખલા

પ્રશ્ન નંબર - 4


પ્રશ્ન નંબર - 5

પ્રશ્ન નંબર - 6
પ્રશ્ન નંબર - 7

STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS || STD 11 ACCOUNT MOST IMP

STD 11 SARVJANIK PAPER PDF || ધોરણ ૧૧ સાર્વજનિક પેપર || આગળના ધોરણ ૧૧ સાર્વજનિક પેપર સોલ્યુશન || STD 11 ACCOUNT ANNUAL EXAM PAPER || STD 11 ACCOUNT ANNUAL EXAM 2023 || ધોરણ ૧૧ નામાના મૂળતત્વો વાર્ષિક પરીક્ષા પેપર || ધોરણ ૧૧ વાર્ષિક પરીક્ષા 2023 || STD 11 ACCOUNT PAPER PDF

STD 11 ACCOUNT ANNUAL EXAM PAPER



STD 11 SARVJANIK PAPER PDF || ધોરણ ૧૧ સાર્વજનિક પેપર

આગળના ધોરણ ૧૧ સાર્વજનિક પેપર સોલ્યુશન

STD 11 ACCOUNT ANNUAL EXAM 2023

ધોરણ ૧૧ નામાના મૂળતત્વો વાર્ષિક પરીક્ષા પેપર

ધોરણ ૧૧ વાર્ષિક પરીક્ષા 2023

ગયા વર્ષના સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ધોરણ ૧૧ ના પેપર...

ધોરણ ૧૧ ના એકાઉન્ટ વિષયના સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પેપરની PDF આપ અહીંથી મેળવી શકો છો...

STD 11 ACCOUNT PAPER PDF

STD 11 ACCOUNT સાર્વજનિક પેપર અહી ઉપલબ્ધ કરવામાં આવ્યા છે...

STD 11 SARVJANIK PAPER PDF

STD 11 LAST YEAR SVS PAPER PDF DOWNLOAD

STD 11 OLD SARVJANIK PAPER PDF 

STD 11 ACCOUNT OLD PAPER

STD 11 ACCOUNT ANNUAL EXAM PAPER

STD 11 ACCOUNT ANNUAL EXAM 2023

ધોરણ ૧૧ આગળના વર્ષોના પેપર સોલ્યુશન 

DHORAN 11 ACCOUNT SARVJANIK PAPER PDF

DHORAN 11 ACCOUNT SARVJANIK PAPER IMP

STD 11 ACCOUNT SARVJANIK PAPER SOLUTION 

ધોરણ ૧૧ નામાના મૂળતત્વો વાર્ષિક પરીક્ષા પેપર

ધોરણ ૧૧ વાર્ષિક પરીક્ષા 2023

STD 11 ACCOUNT PAPER PDF

આપ અહીં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા લેવાયેલ પેપરની PDF ડાઉનલોડ કરી શકો છો...

અહી 2016 થી લઈને 2019 સુધીના સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા લેવામાં આવેલ પેપરની PDF મૂકવામાં આવી છે...

ધોરણ ૧૧ એકાઉન્ટ પેપર 2017

એપ્રિલ 2017 માં લેવાયેલ પરીક્ષાનું પેપર...

આ પેપરની PDF DOWNLOAD કરવા નીચેની લિંકનો ઉપયોગ કર્યો....


ધોરણ ૧૧ એકાઉન્ટ પેપર 2018

એપ્રિલ 2018 માં લેવાયેલ પરીક્ષાનું પેપર...

આ પેપરની PDF DOWNLOAD કરવા નીચેની લિંકનો ઉપયોગ કર્યો....


ધોરણ ૧૧ એકાઉન્ટ પેપર 2019

એપ્રિલ 2019 માં લેવાયેલ પરીક્ષાનું પેપર...

આ પેપરની PDF DOWNLOAD કરવા નીચેની લિંકનો ઉપયોગ કર્યો....


જો આપ ધોરણ ૧૧ ના SVS કક્ષાએ લેવાયેલ પેપર મેળવવા માંગતા હોય તો નીચેની લિંક દ્વારા તેની પણ PDF ડાઉનલોડ કરી શકો છો...


વધુ તૈયારી વિદ્યાર્થીઓ કરી શકે તે માટે અન્ય શાળાઓ દ્વારા લેવામાં આવેલ પેપર પણ આપણે આ વેબસાઈટના માધ્યમથી આપ સુધી પહોંચાડી રહ્યા છે...

જો આપ અન્ય શાળાઓના આગળના વર્ષોના વાર્ષિક પરીક્ષાના પેપર મેળવવા માંગતા હોય તો નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો....


આ સિવાય આપણે બીજા અન્ય 6 મોડલ પેપર બનાવ્યા છે જેથી આપણો વિદ્યાર્થી વધુમાં વધુ તૈયારી કરી સારા એવા માર્કસ મેળવી શકે...

જો અન્ય મોડેલ પેપર મેળવવા માંગતા હોય તો નીચેની લિંક પરથી DOWNLOAD કરી શકો છો...


STD 11 ACCOUNT MODEL PAPER PDF || ધોરણ ૧૧ એકાઉન્ટ મોડેલ પેપર સોલ્યુશન || STD 11 ACCOUNT ANNUAL EXAM MODEL PAPER || STD 11 ACCOUNT ANNUAL EXAM 2023 || ધોરણ ૧૧ નામાના મૂળતત્વો વાર્ષિક પરીક્ષા પેપર || ધોરણ ૧૧ વાર્ષિક પરીક્ષા 2023 || STD 11 ACCOUNT MODEL PAPER PDF

STD 11 ACCOUNT ANNUAL EXAM MODEL PAPER



STD 11 ACCOUNT MODEL PAPER PDF

ધોરણ ૧૧ એકાઉન્ટ વિષયના મોડેલ પેપરની PDF આપ અહીંથી મેળવી શકો છો...

STD 11 ACCOUNT ANNUAL EXAM 2023

ધોરણ ૧૧ નામાના મૂળતત્વો વાર્ષિક પરીક્ષા મોડેલ પેપર

ધોરણ ૧૧ વાર્ષિક પરીક્ષા 2023

ધોરણ ૧૧ ના એકાઉન્ટ વિષયના પેપરની PDF આપ અહીંથી મેળવી શકો છો...

STD 11 ACCOUNT MODEL PAPER PDF

STD 11 ACCOUNT છેલ્લા કેટલાક વર્ષોથી લેવાયેલ પેપર અહી ઉપલબ્ધ કરવામાં આવ્યા છે...

STD 11 ACCOUNT MODEL PAPER PDF

STD 11 MODEL PAPER PDF DOWNLOAD

STD 11 OLD PAPER PDF 

STD 11 ACCOUNT OLD PAPER

STD 11 ACCOUNT ANNUAL EXAM PAPER

STD 11 ACCOUNT ANNUAL EXAM 2023

ધોરણ ૧૧ આગળના વર્ષોના મોડેલ પેપર સોલ્યુશન 

DHORAN 11 ACCOUNT MODEL PAPER PDF

DHORAN 11 ACCOUNT SARVJANIK PAPER IMP

STD 11 ACCOUNT SVS PAPER SOLUTION 

ધોરણ ૧૧ નામાના મૂળતત્વો વાર્ષિક પરીક્ષા પેપર

ધોરણ ૧૧ વાર્ષિક પરીક્ષા 2023

STD 11 ACCOUNT PAPER PDF

આપ અહીં સાર્વજનિક એજ્યુકેશન અને SVS કક્ષાએ લેવાયેલ પેપરની PDF ડાઉનલોડ કરી શકો છો...

અહી 2016 થી લઈને 2019 સુધીના પેપરની PDF મૂકવામાં આવી છે...

તેમજ આપ સૌના માટે અન્ય 6 મોડેલ પેપર પણ બનાવવામાં આવ્યા છે જે પણ આપ સરળતાથી PDF સ્વરૂપે નીચેની લિન્ક દ્વારા પ્રાપ્ત કરી શકો છો...

ધોરણ ૧૧ એકાઉન્ટ પેપર PDF

આ કુલ 6 પેપર મોડેલ પેપર આપવામાં આવ્યા છે...

આ 6 પેપર આપ નીચેની લિંક દ્વારા ખૂબ જ સરળતાથી મેળવી શકો છો...

STD 11 ACCOUNT MODEL PAPER 1

આ પેપરની PDF DOWNLOAD કરવા નીચેની લિંકનો ઉપયોગ કર્યો....


STD 11 ACCOUNT MODEL PAPER 2

આ પેપરની PDF DOWNLOAD કરવા નીચેની લિંકનો ઉપયોગ કર્યો....


STD 11 ACCOUNT MODEL PAPER 3

આ પેપરની PDF DOWNLOAD કરવા નીચેની લિંકનો ઉપયોગ કર્યો....


STD 11 ACCOUNT MODEL PAPER 4

આ પેપરની PDF DOWNLOAD કરવા નીચેની લિંકનો ઉપયોગ કર્યો....



STD 11 ACCOUNT MODEL PAPER 5

આ પેપરની PDF DOWNLOAD કરવા નીચેની લિંકનો ઉપયોગ કર્યો....


STD 11 ACCOUNT MODEL PAPER 6

આ પેપરની PDF DOWNLOAD કરવા નીચેની લિંકનો ઉપયોગ કર્યો....


જો આપ ધોરણ ૧૧ ના SVS કક્ષાએ લેવાયેલ પેપર મેળવવા માંગતા હોય તો નીચેની લિંક દ્વારા તેની પણ PDF ડાઉનલોડ કરી શકો છો...


વધુ તૈયારી વિદ્યાર્થીઓ કરી શકે તે માટે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા લેવામાં આવેલ પેપર પણ આપણે આ વેબસાઈટના માધ્યમથી આપ સુધી પહોંચાડી રહ્યા છે...

જો આપ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા લેવામાં આવેલ આગળના વર્ષોના વાર્ષિક પરીક્ષાના પેપર મેળવવા માંગતા હોય તો નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો....


જો આપ અન્ય શાળાઓ દ્વારા લેવામાં આવેલ આગળના વર્ષોના વાર્ષિક પરીક્ષાના પેપર મેળવવા માંગતા હોય તો નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો....


આ સિવાય આપણે બીજા પેપર પણ અહી મૂક્યા છે જેથી આપણો વિદ્યાર્થી વધુમાં વધુ તૈયારી કરી સારા એવા માર્કસ મેળવી શકે...

જો અન્ય પેપર મેળવવા માંગતા હોય તો નીચેની લિંક પરથી DOWNLOAD કરી શકો છો...





STD 11 ACCOUNT SVS PAPER || STD 11 ACCOUNT OLD PAPER || STD 11 ACCOUNT ANNUAL EXAM PAPER || STD 11 ACCOUNT ANNUAL EXAM 2023 || ધોરણ ૧૧ નામાના મૂળતત્વો વાર્ષિક પરીક્ષા પેપર || ધોરણ ૧૧ વાર્ષિક પરીક્ષા 2023 || STD 11 ACCOUNT PAPER PDF

STD 11 ACCOUNT SVS PAPER



STD 11 SVS PAPER PDF

STD 11 LAST YEAR SVS PAPER PDF DOWNLOAD

STD 11 OLD SVS PAPER PDF 

STD 11 ACCOUNT OLD PAPER

STD 11 ACCOUNT ANNUAL EXAM PAPER

STD 11 ACCOUNT ANNUAL EXAM 2023

ધોરણ ૧૧ SVS PAPER SOLUTION

DHORAN 11 ACCOUNT SVS PAPER PDF

DHORAN 11 ACCOUNT SVS PAPER IMP

STD 11 ACCOUNT SVS PAPER SOLUTION 

ધોરણ ૧૧ નામાના મૂળતત્વો વાર્ષિક પરીક્ષા પેપર

ધોરણ ૧૧ વાર્ષિક પરીક્ષા 2023

STD 11 ACCOUNT PAPER PDF

આપ અહીં SVS કક્ષાએ લેવાયેલ પેપરની PDF ડાઉનલોડ કરી શકો છો...

અહી 2016 થી લઈને 2019 સુધીના SVS કક્ષાના પેપરની PDF મૂકવામાં આવી છે...

ધોરણ ૧૧ એકાઉન્ટ પેપર 2016

એપ્રિલ 2016 માં લેવાયેલ પરીક્ષાનું પેપર...

આ પેપરની PDF DOWNLOAD કરવા નીચેની લિંકનો ઉપયોગ કર્યો....


ધોરણ ૧૧ એકાઉન્ટ પેપર 2017

એપ્રિલ 2017 માં લેવાયેલ પરીક્ષાનું પેપર...

આ પેપરની PDF DOWNLOAD કરવા નીચેની લિંકનો ઉપયોગ કર્યો....




ધોરણ ૧૧ એકાઉન્ટ પેપર 2018

એપ્રિલ 2018 માં લેવાયેલ પરીક્ષાનું પેપર...

આ પેપરની PDF DOWNLOAD કરવા નીચેની લિંકનો ઉપયોગ કર્યો....



ધોરણ ૧૧ એકાઉન્ટ પેપર 2019

એપ્રિલ 2019 માં લેવાયેલ પરીક્ષાનું પેપર...

આ પેપરની PDF DOWNLOAD કરવા નીચેની લિંકનો ઉપયોગ કર્યો....


જો આપ ધોરણ ૧૧ ના સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા લેવામાં આવેલ પેપર મેળવવા માંગતા હોય તો નીચેની લિંક દ્વારા તેની પણ PDF ડાઉનલોડ કરી શકો છો...


વધુ તૈયારી વિદ્યાર્થીઓ કરી શકે તે માટે અન્ય શાળાઓ દ્વારા લેવામાં આવેલ પેપર પણ આપણે આ વેબસાઈટના માધ્યમથી આપ સુધી પહોંચાડી રહ્યા છે...

જો આપ અન્ય શાળાઓના આગળના વર્ષોના વાર્ષિક પરીક્ષાના પેપર મેળવવા માંગતા હોય તો નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો....


આ સિવાય આપણે બીજા અન્ય 6 મોડલ પેપર બનાવ્યા છે જેથી આપણો વિદ્યાર્થી વધુમાં વધુ તૈયારી કરી સારા એવા માર્કસ મેળવી શકે...

જો અન્ય મોડેલ પેપર મેળવવા માંગતા હોય તો નીચેની લિંક પરથી DOWNLOAD કરી શકો છો...

STD 11 ACCOUNT OLD PAPER PDF || ધોરણ ૧૧ આગળના વર્ષોના પેપર સોલ્યુશન || STD 11 ACCOUNT ANNUAL EXAM PAPER || STD 11 ACCOUNT ANNUAL EXAM 2023 || ધોરણ ૧૧ નામાના મૂળતત્વો વાર્ષિક પરીક્ષા પેપર || ધોરણ ૧૧ વાર્ષિક પરીક્ષા 2023 || STD 11 ACCOUNT PAPER PDF

STD 11 ACCOUNT ANNUAL EXAM PAPER



STD 11 LAST YEAR PAPER PDF

ધોરણ ૧૧ આગળના વર્ષોના પેપરની PDF આપ અહીંથી મેળવી શકો છો...

STD 11 ACCOUNT ANNUAL EXAM 2023

ધોરણ ૧૧ નામાના મૂળતત્વો વાર્ષિક પરીક્ષા પેપર

ધોરણ ૧૧ વાર્ષિક પરીક્ષા 2023

ધોરણ ૧૧ ના એકાઉન્ટ વિષયના પેપરની PDF આપ અહીંથી મેળવી શકો છો...

STD 11 ACCOUNT PAPER PDF

STD 11 ACCOUNT છેલ્લા કેટલાક વર્ષોથી લેવાયેલ પેપર અહી ઉપલબ્ધ કરવામાં આવ્યા છે...

STD 11 LAST YEAR PAPER PDF

STD 11 LAST YEAR PAPER PDF DOWNLOAD

STD 11 OLD PAPER PDF 

STD 11 ACCOUNT OLD PAPER

STD 11 ACCOUNT ANNUAL EXAM PAPER

STD 11 ACCOUNT ANNUAL EXAM 2023

ધોરણ ૧૧ આગળના વર્ષોના પેપર સોલ્યુશન 

DHORAN 11 ACCOUNT PAPER PDF

DHORAN 11 ACCOUNT SARVJANIK PAPER IMP

STD 11 ACCOUNT SARVJANIK PAPER SOLUTION 

ધોરણ ૧૧ નામાના મૂળતત્વો વાર્ષિક પરીક્ષા પેપર

ધોરણ ૧૧ વાર્ષિક પરીક્ષા 2023

STD 11 ACCOUNT PAPER PDF

આપ અહીં સાર્વજનિક એજ્યુકેશન અને SVS કક્ષાએ લેવાયેલ પેપરની PDF ડાઉનલોડ કરી શકો છો...

અહી 2016 થી લઈને 2019 સુધીના સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા લેવામાં આવેલ પેપરની PDF મૂકવામાં આવી છે...

ધોરણ ૧૧ એકાઉન્ટ પેપર PDF

આ ત્રણ પેપર પણ જુના આગળના વર્ષોના પેપર જ છે જે અન્ય શાળાઓ દ્વારા લેવામાં આવ્યા છે...

આ ત્રણે પેપર આપ નીચેની લિંક દ્વારા ખૂબ જ સરળતાથી મેળવી શકો છો...

STD 11 ACCOUNT OLD PAPER 1

આ પેપરની PDF DOWNLOAD કરવા નીચેની લિંકનો ઉપયોગ કર્યો....


STD 11 ACCOUNT OLD PAPER 2

આ પેપરની PDF DOWNLOAD કરવા નીચેની લિંકનો ઉપયોગ કર્યો....


STD 11 ACCOUNT OLD PAPER 3

આ પેપરની PDF DOWNLOAD કરવા નીચેની લિંકનો ઉપયોગ કર્યો....


જો આપ ધોરણ ૧૧ ના સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા લેવાયેલ પેપર મેળવવા માંગતા હોય તો નીચેની લિંક દ્વારા તેની પણ PDF ડાઉનલોડ કરી શકો છો...


વધુ તૈયારી વિદ્યાર્થીઓ કરી શકે તે માટે  SVS કક્ષાએ લેવામાં આવેલ પેપર પણ આપણે આ વેબસાઈટના માધ્યમથી આપ સુધી પહોંચાડી રહ્યા છે...

જો આપ અન્ય શાળાઓના SVS કક્ષાએ આગળના વર્ષોના વાર્ષિક પરીક્ષાના પેપર મેળવવા માંગતા હોય તો નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો....


આ સિવાય આપણે બીજા અન્ય 6 મોડલ પેપર પણ બનાવ્યા છે જેથી આપણો વિદ્યાર્થી વધુમાં વધુ તૈયારી કરી સારા એવા માર્કસ મેળવી શકે...

જો અન્ય મોડેલ પેપર મેળવવા માંગતા હોય તો નીચેની લિંક પરથી DOWNLOAD કરી શકો છો...





9. ખાતાવહી ખતવણી || STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS || Std 11 Account Part 1 CH 1 PDF || ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1 || Std 11 Account Part 1 ch 9 ખાતાવહી ખતવણી

8. ખાસ આમનોંધ || STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS || Std 11 Account Part 1 CH 8 || ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1 || Std 11 Account Part 1 ch 8 ખાસ આમનોંધ

7. રોકડમેળ અને તેના પ્રકારો || STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS || Std 11 Account Part 1 CH 7 || ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1 || Std 11 Account Part 1 ch 7 રોકડમેળ

7. રોકડમેળ અને તેના પ્રકારો


STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS 2023 

Std 11 Account Part 1 CH 7

ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1

Std 11 Account Part 1 ch 7 રોકડમેળ 

રોકડમેળ એ આમનોંધ અને રોકડ ખાતા એમ બંનેની ગરજ સારે છે.

જમા ખર્ચી વ્યવહાર એટલે એવો નાણાકીય વ્યવહાર જેના રોકડ અને બેંક એમ બંને ખાતાં અસર પામતાં હોય છે તેથી આ પ્રકારના વ્યવહારની નોંધ રોકડમેળમાં બંને બાજુએ કરવામાં આવે છે.

જમા ખર્ચી વ્યવહારના બે પ્રકાર છે.
(૧) બેન્કમાં રોકડ ભરવી.
(૨) બેન્કમાં રોકડ ઉપાડવી.

ચેક એ એક પ્રકારનો વિનિમયપત્ર છે. ચેકમાં ત્રણ પક્ષકારો હોય છે.
(૧) ચેક લખનાર
(૨) જેની પર ચેક લખવામાં આવ્યો હોય તે બેન્ક
(૩) નાણાં મેળવનાર

પેટા રોકડમેળ સહાયક કેશિયર તૈયાર કરે છે. તેના બે પ્રકાર છે.
(૧) સાદો પેટા રોકડમેળ
(૨) અનામત પેટા રોકડમેળ

ત્રણ ખાનાંવાળા રોકડમેળમાં વટાવના ખાનાની બાકી શોધવામાં આવતી નથી, પરંતુ બંને બાજુની રકમોનો સરવાળો જ દર્શાવાય છે.

નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો.

1. રોકડ વ્યવહારની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટાનોંધ એટલે.....

જવાબ :- રોકડમેળ

2. બે ખાનાંવાળો રોકડમેળ કેટલી પદ્ધતિએ તૈયાર કરવામાં આવે છે ?

જવાબ :- 3 ( ત્રણ )

3. ................ એ આમનોંધ અને રોકડ ખાતાની ગરજ સારે છે.

જવાબ :- રોકડમેળ

4. કયા પ્રકારના વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી ?

જવાબ :- વેપારી વટાવ

5. બેન્ક આપણા ખાતે વ્યાજ જમા કરે ત્યારે .........

જવાબ :- બેંકસિલક વધે

6. કેવા વ્યવહારોની રોકડમેળમાં નોંધ કરવામાં આવતી નથી ?

જવાબ :- બિનરોકડ વ્યવહારોની

7. બેન્કમાંથી રૂ.9000 ઓફિસખર્ચ માટે ઉપાડતાં રોકડમેળમાં વ્યય બાજુએ વિગતના ખાનામાં શું લેખાશે ?

જવાબ :- રોકડ ખાતે

8. બેન્કના ચોપડે બેંક ઓવરડ્રાફટની કઈ બાકી હોય છે ?

જવાબ : ઉધાર

9. જો બેન્ક શેર ડિવિડન્ડની રકમ વેપારી વતી ઉઘરાવી નોંધ કરે, તો બેંકસિલકની બાકીમાં શું થાય ?

જવાબ :- વધારો થાય

10. જો બેન્કચાર્જીસની રકમ વેપારી ખાતે નોંધે, તો બેન્ક ઓવરડ્રાફટની બાકીમાં શું થાય ?

જવાબ :- વધારો થાય

11. રૂ.10000 નો માલ ખરીદ્યો. આ વ્યવહાર કઈ પેટાનોંધમાં નોંધાશે ?

જવાબ :- રોકડમેળ

12. રૂ.12000 નું ફર્નિચર ખરીદ્યું. આ વ્યવહાર કઈ પેટાનોંધમાં નોંધાશે ?

જવાબ :- રોકડમેળ

13. પેટા રોકડમેળ શા માટે રાખવામાં આવે છે ?

જવાબ :- પરચુરણ ખર્ચા નોંધવા

14. ત્રણ ખાનાંવાળો રોકડમેળ વેપારી રાખતો હોય ત્યારે ખાતાવહીમાં કયાં ખાતા રાખવામાં આવતા નથી ?

જવાબ :- રોકડ અને બેન્કના

15. પાસબુકમાં નોંધેલ બેન્ક ડિપોઝિટનું વ્યાજ કયા નોંધાય છે ?

જવાબ :- રોકડમેળ

16. રોકડમેળમાં નોંધાયેલા જે વ્યવહારની ખતવણી કરવાની નથી, તેને કયો વ્યવહાર કહેવાય ?

જવાબ :- જમા - ખર્ચી

17. જ્યારે રોકડ બેન્કમાં ભરવામાં આવે ત્યારે રોકડમેળમાં કઈ બાજુ નોંધ થાય છે ?

જવાબ :- બંને બાજુ

18. ચેકમાં કેટલા પક્ષકાર હોય છે ?

જવાબ :- ત્રણ

19. રોકડમેળના કેટલા પ્રકારો છે ?

જવાબ :- ત્રણ

20. રોકડમેળનું સ્વરૂપ કોના જેવું છે ?

જવાબ :- ખાતા

21. રોકડમેળ એ કયા ખાતાની ગરજ સારે છે ?

જવાબ :- રોકડ

22. પેટા રોકડમેળમાં કયા પ્રકારના ખાના પાડવામાં આવે છે ?

જવાબ :- આવક - ખર્ચ

23. સાદો રોકડમેળ રાખનાર વેપારી ખાતાવહીમાં કયું ખાતું રાખતો નથી ?

જવાબ :- રોકડ

24. રોકડ ખરીદી રોકડમેળની કઈ બાજુ નોંધાય છે ?

જવાબ :- જમા બાજુ

25. અગાઉ માંડી વાળેલ ઘાલખાધની રકમ પરત મળે, તો તે વ્યવહારની નોંધ કઈ પેટા નોંધમાં થશે ?

જવાબ :- રોકડમેળ 



5. હિસાબી સમીકરણ || STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS || Std 11 Account Part 1 CH 1 || ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1 || Std 11 Account Part 1 ch 5 હિસાબી સમીકરણ

STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS



CH 5 હિસાબી સમીકરણ

A = C + L

A = Assets ( મિલકતો )
C = Capital ( મૂડી )
L = Liability ( જવાબદારી )

હિસાબી વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે, જેમાં વેપાર ખાતું, ન. નું. ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે.

વર્ષના અંતે નફા - નુકશાન ખાતું બંધ કરી પાકા સરવૈયામાં લઈ જવાય છે.

મિલકતો = મૂડી + દેવું ( જવાબદારી )

પ્રત્યેક વ્યવહારની બે અસર આ મુજબ થાય છે.
(૧) A વધે તો C કે L પણ વધે, તેથી A = C + L જળવાઈ રહે.
(૨) A ઘટે તો C કે L પણ ઘટે, તેથી A = C + L જળવાઈ રહે.
(૩) A વધે - A ઘટે, એક જ બાજુ વિરુદ્ધ અસર, તેથી A = C + L જળવાઈ રહે.
(૪) C વધે - L વધે કે C ઘટે, તેથી A = C + L જળવાઈ રહે.

ખર્ચથી મૂડી ઘટે તથા ઉપજથી મૂડી વધે...

-: હિસાબી સમીકરણનાં ઉપયોગી તારણો :-

નીચે આપેલ પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો...

1. માલિક ધંધામાં મૂડી લાવે ત્યારે...

જવાબ :- મૂડી વધે - મિલ્કત વધે

2. માલની ઉધાર ખરીદી થાય ત્યારે....

જવાબ :- મિલકત વધે - દેવું વધે

3. મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે....

જવાબ :- મિલકત ઘટે - મૂડી ઘટે

4. મહેસૂલી આવક રોકડમાં મળે ત્યારે...

જવાબ :- મિલકત વધે - મૂડી વધે 

5. નમૂના તરીકે માલ વહેંચવામાં આવે ત્યારે...

જવાબ :- મિલકત ઘટે - મૂડી ઘટે

6. હિસાબી સમીકરણ માટે નીચેનામાંથી કયું સાચું નથી ?

જવાબ :- C - L = A

7. કયા સ્વરૂપમાં વેપાર ખાતા અને નફા નુકશાન ખાતાના સ્થાને આવકનું પત્રક તૈયાર કરવામાં આવે છે ?

જવાબ :- કંપની

8. વર્ષના અંતે નફા નુકશાન ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે છે ?

જવાબ :- પાકા સરવૈયામાં

9. A = C + L આ હિસાબી વ્યવહારો રજૂ કરવાની કઈ પદ્ધતિ છે ?

જવાબ :- અમેરિકન

10. માલિક ધંધામાંથી ઉપાડ કરે ત્યારે...

જવાબ :- મિલકત ઘટે - મૂડી ઘટે 

11. માલની રોકડ ખરીદી થાય ત્યારે....

જવાબ :- એક વધે - અન્ય ઘટે

12. નાણાં ઉછીના લીધા હોય ત્યારે...

જવાબ :- મિલકત વધે - દેવું વધે

નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.

1. નાણાકીય હિસાબી પદ્ધતિનો મહત્વનો ઉદ્દેશ શો છે ?

જવાબ :- નાણાકીય હિસાબી પદ્ધતિનો મહત્વનો ઉદ્દેશ નાણાકીય હિસાબો તૈયાર કરવાનો છે.

2. કંપનીના સ્વરૂપમાં વેપાર ખાતા અને નફા નુકશાન ખાતાના સ્થાને શું તૈયાર કરવામાં આવે છે ?

જવાબ :- કંપનીના સ્વરૂપમાં વેપાર ખાતા અને નફા નુકશાન ખાતાના સ્થાને આવકનું પત્રક તૈયાર કરવામાં આવે છે.

3. વર્ષના અંતે નફા નુકશાન ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે છે ?

જવાબ :- વર્ષના અંતે નફા નુકશાન ખાતું બંધ કરીને પાકા સરવૈયામાં લઈ જવામાં આવે છે.

4. પાકા સરવૈયાના બે અંગો જણાવો.

જવાબ :- પાકા સરવૈયાના બે અંગો આ મુજબ છે : (૧) મૂડી અને દેવા તથા (૨) મિલકતો

5. દ્વિનોંધી નામાપદ્ધતિ પ્રમાણે પાકા સરવૈયાના બંને અંગોનો સરવાળો હંમેશા કેવો હોય છે ?

જવાબ :- દ્વિનોંધી નામાપદ્ધતિ પ્રમાણે પાકા સરવૈયાના બંને અંગોનો સરવાળો હંમેશા સરખો હોય છે.

6. હિસાબી પદ્ધતિની ભાષામાં પાકા સરવૈયાના અંગોને કયા નામે ઓળખવામાં આવે છે ?

જવાબ :- હિસાબી પદ્ધતિની ભાષામાં પાકા સરવૈયાનાં અંગોને મૂડી - દેવા બાજુ અને મિલકત - લેણાં બાજુ તરીકે ઓળખવામાં આવે છે.

7. હિસાબી સમીકરણ સમજાવો.

જવાબ :- મિલકતો = મૂડી + દેવું
A = C + L

8. હિસાબી સમીકરણમાં શેની સીધી અસર પાકા સરવૈયામાં આવે છે ?

જવાબ :- હિસાબી સમીકરણમાં વ્યવહારની સીધી અસર પાકા સરવૈયામાં આવે છે.

9. માલિક ધંધામાં મૂડી લાવે, તો હિસાબી સમીકરણ પર શું અસર થાય છે ?

જવાબ :- માલિક ધંધામાં મૂડી લાવે, તો ધંધાની મૂડી અને મિલકતો બંનેમાં સરખો વધારો થાય છે.

10. દ્વિનોંધી નામા પદ્ધતિ અનુસાર વાર્ષિક હિસાબોના અંગો જણાવો.

જવાબ :- દ્વિનોંધી નામા પદ્ધતિ અનુસાર વાર્ષિક હિસાબોના ત્રણ અંગો છે. (૧) વેપાર ખાતું (૨) નફા નુકસાન ખાતું (૩) પાકું સરવૈયું

3. વસ્તુઓ અને સેવાઓ કર || STD 11 ACCOUNT PART 1 CH 3 || ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1 ||વસ્તુઓ અને સેવા કર || STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS

STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS



STD 11 ACCOUNT PART 1 CH 4

ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1 વસ્તુઓ અને સેવા કર

STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS 

CH 3 વસ્તુઓ અને સેવા કર

વસ્તુઓ અને સેવાઓ કર સરકાર દ્વારા 1 લી જુલાઈ, 2017 થી દાખલ કરવામાં આવ્યો છે.

વસ્તુઓ કે સેવાઓની પૂર્તિ પર લેવામાં આવતા કર એટલે વસેક ( GST ).

કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓ કર CGST તરીકે ઓળખાય છે.

રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર SGST તરીકે ઓળખાય છે.

કેન્દ્રશાસિત પ્રદેશ વસ્તુઓ અને સેવાઓ કર UTGST તરીકે ઓળખાય છે.

આંતરરાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર IGST તરીકે ઓળખાય છે.

રાજ્યની અંદર થતા પૂર્તિ વ્યવહારો માટે CGST સાથે SGST લાગુ પડે છે.

કેન્દ્રશાસિત પ્રદેશની અંદર થતાં પૂર્તિ વ્યવહારો માટે CGST અને UTSGT લાગુ પડે છે.

જે તે રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના અન્ય રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચેના પૂર્તિ વ્યવહારો માટે IGST લાગુ પડે છે.

આવકપૂર્તિ કેન્દ્રીય વસેક - INPUT CENTRAL GST

જાવકપૂર્તિ કેન્દ્રીય વસેક - OUTPUT CENTRAL GST 

આવકપૂર્તિ રાજ્ય વસેક - INPUT STATE GST

જાવકપૂર્તિ રાજ્ય વસેક - OUTPUT STATE GST 

આવકપૂર્તિ કેન્દ્રીય વસેક - INPUT INTEGRATED GST

જાવકપૂર્તિ કેન્દ્રીય વસેક - OUTPUT INTEGRATED GST 

નીચે આપેલ પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો.

1. વસેકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સમાવિષ્ટ થતાં વેરાઓમાં ............ નો સમાવેશ થાય છે.

જવાબ :- પરોક્ષ વેરા

2. નીચેનામાંથી રાજ્ય સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલા હતો ?

જવાબ :- મૂલ્યવૃદ્ધિ વેરો

3. નીચેનામાંથી કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલા ન હતો ?

જવાબ :- ખરીદ - વેરો

4. વસ્તુઓ અને સેવાઓ કરના અમલનું વર્ષ ......... છે.

જવાબ :- 2017

5. રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશની અંદર પૂર્તિ અંગે નીચેનામાંથી કયું સાચું છે ?

જવાબ :- CGST + SGST / UTGST

6. જે - તે રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશની બહાર કરવામાં આવેલ પૂર્તિના વ્યવહાર માટે કયો કર લાગુ પડે છે ?

જવાબ :- IGST 

2. વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો || STD 11 ACCOUNT PART 1 CH 2 || ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1 ch 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો || STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS

STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS


Std 11 Account Part 1 CH 2 || ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1

Std 11 Account Part 1 Ch 2 

2. વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો 

STD 11 ACCOUNT IMP

-: ઉધાર જમાના નિયમો :-

1. વ્યક્તિ ખાતું 
લાભ લેનાર ખાતે ઉધાર
લાભ આપનાર ખાતે જમા

2. માલ મિલકત ખાતું
માલ કે મિલકત આવે તો ઉધાર
માલ કે મિલકત જાય તો જમા

3. ઉપજ - ખર્ચ ખાતું
ખર્ચ કે નુકશાન ઉધાર
ઉપજ કે લાભ જમા

નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો.

1. ધંધાના આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ પડતું નથી ?

જવાબ :- નાણાંના મૂલ્ય સિવાયનો વ્યવહાર

2. રૂ. 10000 ભાડું ચૂકવ્યું છે, આ કયા પ્રકારનો વ્યવહાર છે ?

જવાબ :- સેવાનો રોકડ વ્યવહાર

3. નીચેનામાંથી કયો વ્યવહાર અન્ય સ્વરૂપનો વ્યવહાર છે ?

જવાબ :- રૂ. 5000 નો માલ આગમાં બળી ગયો.

4. દેવાદાર - લેણદારનો સંબંધ કયો વ્યવહાર દર્શાવે છે ?

જવાબ :- રૂ. 8000 નો માલ બ પાસેથી ખરીદ્યો.

5. આવકવેરા રિફંડ કયા ખાતે જમા થાય છે ?

જવાબ :- મૂડી ખાતે

6. યંત્ર ગોઠવવાની મજૂરી કયા ખાતે ઉધાર થશે ?

જવાબ :- યંત્ર ખાતે

7. ધંધાકીય વ્યવહારો મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે ?

જવાબ :- બે

8. કયા વ્યવહારની નોંધ હિસાબી ચોપડામાં થતી નથી ?

જવાબ :- બિન આર્થિક

9. જે વ્યવહારમાં રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ન થયો હોય તેને કયો વ્યવહાર કહેવાય ?

જવાબ :- રોકડ

10. જૂના ફર્નિચરના બદલામાં માલ મેળવવો એ કયા પ્રકારનો વ્યવહાર ગણાય ?

જવાબ :- વિનિમય

11. ખાતાના મુખ્ય કેટલા પ્રકાર છે ?

જવાબ :- બે

12. બિન વ્યક્તિના ખાતાના કેટલા પ્રકાર છે ?

જવાબ :- બે

13. મૂડી ખાતું એ કયા પ્રકારનું ખાતું છે ?

જવાબ :- વ્યક્તિ ખાતા

14. ટપાલ ટિકિટનો સ્ટોક એ ધંધા માટે શું ગણાય ?

જવાબ :- મિલકત

15. ' દુકાન માટે તોલમાલના સાધનો ખરીદ્યા ' કયા ખાતે રકમ ઉધાર થશે ?

જવાબ :- ડેડ - સ્ટોક ખાતે


નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.

1. બેવડી અસર એટલે શું ?

જવાબ :- બેવડી અસર એટલે પહેલી ઉધાર અસર અને બીજી જમા અસર.
ધંધાનો દરેક વ્યવહાર ઉધાર અને જમા એમ બે અસર ધરાવે છે.

2. રોકડ વ્યવહાર એટલે શું ?

જવાબ :- જે આર્થિક વ્યવહાર દ્વારા ધંધાની રોકડ વધે કે ઘટે અથવા બેંકસિલક વધે કે ઘટે તેવા વ્યવહારને રોકડ વ્યવહાર કહે છે.

જે વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ થયો હોય તેવો વ્યવહાર રોકડ વ્યવહાર કહેવાય.

3. ઉધાર વ્યવહાર સમજાવો.

જવાબ :- વર્તમાનમાં માલ, મિલકત કે સેવાનું ખરીદ - વેચાણ થાય અને ભવિષ્યમાં નાણાં ચૂકવવાના કે લેવાના થાય તેવા વ્યવહારને ઉધાર વ્યવહાર કહે છે.


4. માલના રોકડ વ્યવહારનું ઉદાહરણ આપો.

જવાબ :- રૂ. 10000 નો માલ રોકડેથી ખરીદ્યો.

5. સેવાના રોકડ વ્યવહારનું ઉદાહરણ આપો.

જવાબ :- કર્મચારીને પગારના રૂ. 25000 ચૂકવ્યા.

6. માલના ઉધાર વ્યવહારનું ઉદાહરણ આપો.

જવાબ :- રમેશ ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું.

7. સેવાના ઉધાર વ્યવહારનું ઉદાહરણ આપો.

જવાબ :- ધારા પાસે ભાડાના રૂ. 5000 લેણાં થયાં.

8. બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય ?

જવાબ :- જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી તેવા વ્યવહારને બિનઆર્થિક વ્યવહાર કહે છે.

9. હિસાબો તૈયાર કરવાનું પ્રથમ પગથિયું કયું છે ?

જવાબ :- હિસાબો તૈયાર કરવાનું પ્રથમ પગથિયું વ્યવહારનું અસ્તિત્વ ઊભું થવું અને તેની ઓળખ.

10. કયા વ્યવહારો ચોપડે નોંધાય છે ?

જવાબ :- આર્થિક વ્યવહાર

11. આર્થિક વ્યવહારના કેટલા પ્રકાર છે ? કયા કયા ?

જવાબ :- આર્થિક વ્યવહારના બે પ્રકાર છે.
(૧) રોકડ / ઉધાર વ્યવહાર
(૨) આંતરિક / બાહ્ય વ્યવહાર

12. ધંધાકીય આર્થિક વ્યવહારનું મુખ્ય લક્ષણ શું છે ?

જવાબ :- ધંધાકીય આર્થિક વ્યવહારનું મુખ્ય લક્ષણ તેનું નાણાંમાં મૂલ્ય હોય છે.

13. આર્થિક વ્યવહાર કોને કહે છે ?

જવાબ :- ધંધાના જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય તેવા વ્યવહરોને ધંધાકીય દ્રષ્ટિએ આર્થિક વ્યવહાર કહે છે.

14. માલ કોને કહે છે ?

જવાબ :- ધંધામાં વેપારી જે ચીજવસ્તુનો વેપાર કરતો હોય તેને માલ કહે છે.

15. ઘસારા ખાતું એ કયા ખાતાનો પ્રકાર છે ?

જવાબ :- ઉપજ ખર્ચ ખાતું

4. આમનોંધ || STD 11 ACCOUNT PART 1 CH 4 || ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1 Ch 4 આમનોંધ || STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS

STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS 2023



STD 11 ACCOUNT PART 1 CH 4

ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1 ch 4 આમનોંધ

STD 11 ACCOUNT MOST IMP QUESTIONS

CH 4 આમનોંધ

ઉધાર - જમાના નિયમોને અનુસરીને વ્યવહારોને વ્યવસ્થિત રીતે નામાના પ્રથમ ચોપડે નોંધવાની પ્રક્રિયા એટલે આમનોંધ.

આમનોંધ એ નામાનો મૂળ પ્રાથમિક કે બુનિયાદી ચોપડો છે.

કાચી નોંધ કે જેને ટાંચણ અથવા ટિપ્પણ કહે છે.

વટાવના બે પ્રકાર છે.
(૧) વેપારી વટાવ (૨) રોકડ વટાવ

વેપારી વટાવ ચોપડે નોંધાતો નથી, જ્યારે રોકડ વ્યવહારની ચોપડે નોંધ થાય છે.

નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો.

1. આમનોંધ એ હિસાબી વ્યવહારોનો ......... છે.

જવાબ :- મૂળભૂત ચોપડો

2. બેન્કમાંથી અંગત ખર્ચ માટે ઉપાડેલ રકમ .......... ખાતે ઉધાર થાય છે.

જવાબ :- ઉપાડ

3. મિલકત ખરીદતા થયેલ ખર્ચ ............ ખાતે ઉધાર થાય છે.

જવાબ :- મિલકત

4. આમનોંધના ઉધાર - જમા બંને બાજુના સરવાળા .......... થાય છે.

જવાબ :- સમાન

5. નમૂના તરીકે માલ જાય તો ............. ખાતે ઉધારાય છે.

જવાબ :- જાહેરાત ખર્ચ

6. આમનોંધમાં અસર પામતા બે કરતા વધુ ખાતા હોય તે આમનોધને કઈ આમનોંધ કહે છે ?

જવાબ :- સંયુક્ત

7. નામાનો મૂળ ચોપડો કયો ?

જવાબ :- આમનોંધ

8. જો બેંક, બેંક ચાર્જીસની રકમ વેપારીના ખાતે નોંધ, તો બેન્કસિલકની બાકીમાં શું અસર થાય ?

જવાબ :- ઘટાડો થાય

9. ગ્રાહક પાસેથી લેણાં પેટે મળેલ ચેક બેંકમાં ભરવાથી......

જવાબ :- બેંક ઓવરડ્રાફ્ટ ઘટે

10. કયા પ્રકારના વ્યવહારમાં ઘાલખાધનું જોખમ રહેલું છે ?

જવાબ :- ઉધાર / શાખ

11. ધંધામાંથી આવકવેરો ચેકથી ભરવાથી કયું ખાતું ઉધાર થશે ?

જવાબ :- ઉપાડ ખાતું

12. યંત્ર ગોઠવણીની મજૂરીની રકમ કયા ખાતે ઉધારાશે ?

જવાબ :- યંત્ર ખાતે

13. હિસાબી ચોપડે શાની નોંધ ન થાય ?

જવાબ :- વેપારી વટાવ

14. કદર આપવામાં આવે ત્યારે શું કહેવાય ?

જવાબ :- ધંધાનો ખર્ચ

15. કસરમાં વેપારીઓ વચ્ચે શું હોય છે ?

જવાબ :- સમજૂતી

16. ફ્રેન્ચ શબ્દ jour નો અર્થ.........

જવાબ :- દિવસ

17. અંગ્રેજી શબ્દ journal કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે ?

જવાબ :- લેટિન

18. આમનોંધના ચોપડાને કયા ચોપડા તરીકે ઓળખવામાં આવે છે ?

જવાબ :- બુનિયાદી

19. કાચી નોંધ કયા નામે ઓળખાય છે ?

જવાબ :- ટાંચણ

20. ............. હિસાબી ચોપડાના ભાગ તરીકે ગણાતી નથી.

જવાબ :- કાચી નોંધ


નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.

1. આમનોંધ એટલે શું ?

જવાબ :- આમનોંધ એટલે નામાનો એવો ચોપડો જેમાં બધા હિસાબી વ્યવહારો ક્રમવાર સૌપ્રથમ નોંધવામાં આવે છે તથા વ્યવહારની ટુંકી સમજૂતી પણ તેમાં નોંધવામાં આવે છે.

2. વટાવના પ્રકાર જણાવો.

જવાબ :- વટાવના બે પ્રકાર છે. (૧) વેપારી વટાવ (૨) રોકડ વટાવ

3. સંયુક્ત આમનોંધ ક્યારે લખવામાં આવે છે ?

જવાબ :- કોઈ પણ હિસાબી વ્યવહારમાં એક જ સમયે જ્યારે બે કરતાં વધુ ખાતા સંકળાયેલા હોય, તો સંયુક્ત આમનોંધ લખવામાં આવે છે.

4. ખરીદેલ માલ વેપારીને પરત કરવામાં આવે તો કયા ખાતે જમા થાય છે ?

જવાબ :- ખરીદેલ માલ વેપારીને પરત કરવામાં આવે તો ખરીદ - પરત ખાતે જમા થાય છે.

5. અન્ય રીતે માલની જાવકના ત્રણ ઉદાહરણ આપો.

જવાબ :- (૧) અંગત વપરાશ માટે લીધેલ માલ (૨) જાહેરાતમાં નમૂના તરીકે વહેંચેલ માલ (૩) ધર્માદામાં આપેલ માલ

6. આમનોંધ એ દ્વિનોંધી નામા પદ્ધતિનો પાયાનો ચોપડો કેમ ગણાય છે ?

જવાબ :- આમનોંધ એવો મૂળભૂત ચોપડો છે, જેના આધારે નામા પદ્ધતિના બાકીના ચોપડો લખાય છે.

7. કાચી નોંધ અન્ય કયા નામે ઓળખાય છે ?

જવાબ :- કાચી નોંધ ટાંચણ કે ટિપ્પણના નામે પણ ઓળખાય છે.

8. બા. જે. એટલે શું ?

જવાબ :- બા. જે. એટલે વ્યવહારની ટુંકી સમજૂતી.
બા. જે. વ્યવહાર વિશેની માહિતી આપે છે.

9. કસર કોને કહે છે ?

જવાબ :- 

ગુરુવાર, 22 મે, 2025

6. પેટાનોંધ || STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS || Std 11 Account Part 1 CH 1 || ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1 || Std 11 Account Part 1 ch 6 પેટાનોંધ

STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS



CH 6 પેટાનોંધ

Std 11 Account Most imp Questions

આમનોંધ એ નામાનો મૂળ ચોપડો છે.

તેમાં બધા જ વ્યવહારોની નોંધ કરવામાં આવે છે.

ખરીદનોંધમાં માલની ઉધાર ખરીદીના વ્યવહારો નોંધવામાં આવે છે.

ખરીદનોંધને જમાનોંધ પણ કહે છે.

વેચાણનોંધમાં માલના ઉધાર વેચાણના વ્યવહારો નોંધવામાં આવે છે.

વેચાણનોંધને ઉધારનોંધ પણ કહે છે.

ખરીદમાલ - પરતનોંધને માલ - પરત ઉધારનોંધ કહે છે.

જ્યારે વેપારી ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે સામેના વેપારી પાસેથી વળતર મેળવવા માટે જે ચિઠ્ઠી લખવામાં આવે છે, તેને ઉધારચિઠ્ઠી કહે છે.

વેચાણ માલ પરત નોંધને માલ પરત જમાનોંધ પણ કહે છે.

જ્યારે કોઈ ગ્રાહક તેણે ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે ગ્રાહક ખાતે રકમ જમા કરવામાં આવે છે. તે અંગે ગ્રાહકને જાણ કરતી જે ચિઠ્ઠી મોકલવામાં આવે છે, તેને જમાચિઠ્ઠી કહે છે. 

નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો.

1. ઉધાર ખરીદીની નોંધ ............ માં થાય છે.

જવાબ :- ખરીદનોંધ

2. મિલકતની ઉધાર ખરીદીની નોંધ ............ માં થાય છે.

જવાબ :- ખાસ આમનોંધ

3. માલની રોકડ ખરીદીની નોંધ ............... માં થાય છે.

જવાબ :- રોકડમેળ 

4. માલના ઉધાર વેચાણની નોંધ .............. માં થાય છે.

જવાબ :- ઉધારનોંધ

5. ઉધાર ખરીદેલ માલ પરત કરવામાં આવે ત્યારે માલની સાથે વેપારીને શું મોકલવામાં આવે છે ?

જવાબ :- ઉધારચિઠ્ઠી

6. ઉધાર વેચેલ માલ પરત આવે ત્યારે માલની સાથે ગ્રાહક શું મોકલાવે છે ?

જવાબ :- ઉધારચિઠ્ઠી

7. ખાસ આમનોંધમાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે ?

જવાબ :- મિલકતનું ઉધાર ખરીદ - વેચાણ

8. મનોજે રૂ.10000 નો માલ 10 % વેપારી વટાવે ખરીદ્યો. મુલ્યવૃદ્ધિ વેરો 5 % , અડધી રકમ તાત્કાલિક ચૂકવી દેવામાં આવી. ખરીદનોંધમાં કઈ રકમથી નોંધ થશે ?

જવાબ :- રૂ.9450

9. નિલેશ મોબાઈલના ખરીદ - વેચાણનો ધંધો કરે છે. નિલેશે રૂ.25000 નું ફર્નિચર પંકજ માર્ટમાંથી ખરીદ્યું હોય, તો તેની ક્યાં નોંધ થશે ?

જવાબ :- ખાસ આમનોંધ

10. ગ્રાહક માલ પરત કરે ત્યારે કઈ પેટાનોંધમાં થાય છે ?

જવાબ :- માલ - પરત જમાનોંધ

11. માલ પરત ઉધાર નોંધમાં કયા વ્યવહારો નોંધાય છે ?

જવાબ :- ઉધાર ખરીદમાલ પરતના

12. ખરીદનોંધના કેટલા પ્રકાર છે ?

જવાબ :- બે

13. ખરીદ પરતનોંધ નું બીજું નામ શું છે ?

જવાબ :- માલ પરત ઉધારનોંધ

14. જ્યારે ઉધાર ખરીદેલ માલનું ભરતિયું વધુ રકમનું મળે ત્યારે કઈ ચિઠ્ઠી લખીને મોકલવામાં આવે છે ?

જવાબ :- ઉધારચિઠ્ઠી

15. વેચાણ પરત નોંધ અગત્યનો દસ્તાવેજ એટલે....

જવાબ :- જમાચિઠ્ઠી

16. માલ પરત ઉધાર એટલે....

જવાબ :- ખરીદમાલ પરત

17. નમૂના તરીકે રૂ.700 નો માલ મળ્યો. આ નોંધ ક્યાં થશે ?

જવાબ :- નોંધ થશે નહિ

18. ધંધામાં થતા એકસરખા પ્રકારના વ્યવહારો નોંધવા માટે તૈયાર કરવામાં આવતા વિવિધ ચોપડા એટલે....

જવાબ :- પેટાનોંધ

19. ખાનાંવાળી વેચાણનોંધના કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?

જવાબ :- બે

20. શું રાખવાથી દરેક પ્રકારના વ્યવહાર નોંધવાની જવાબદારી અમુક ચોક્કસ વ્યક્તિને સોંપી શકાય છે ?

જવાબ :- પેટાનોંધ

21. મળેલી જમાચિઠ્ઠીને આધારે કોનું ખાતું ઉધાર કરવામાં આવે છે ?

જવાબ :- વેપારી

નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.

1. પેટાનોંધો એટલે શું ?

જવાબ :- એક જ પ્રકારના વારંવાર થતાં વ્યવહારો નોંધવા માટે આમનોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો એટલે પેટાનોંધો.

2. પેટાનોંધોના કેટલા અને કયા પ્રકાર છે ?

જવાબ :- પેટાનોંધના ચાર પ્રકાર છે. 
(૧) રોકડમેળ
(૨) માલ અંગેની પેટાનોંધ
(૩) હૂંડી અંગેની પેટાનોંધ
(૪) ખાસ આમનોંધ

3. ખાસ આમનોંધમાં કયા પ્રકારના વ્યવહારો નોંધાય છે ?

જવાબ :- ખાસ આમનોંધમાં સામાન્ય રીતે હવાલાનોંધ, આખરનોંધ, ખાતાની ફેરબદલીની નોંધ વગેરે વ્યવહારો નોંધાય છે.

4. ઉધારચિઠ્ઠી એટલે શું ?

જવાબ :- જ્યારે વેપારી ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે સામેના વેપારી પાસેથી વળતર મેળવવા જે ચિઠ્ઠી લખવામાં આવે છે, તેને ઉધારચિઠ્ઠી કહે છે.

5. જમાચિઠ્ઠી એટલે શું ?

જવાબ :- જ્યારે કોઈ ગ્રાહક તેણે ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે ગ્રાહક ખાતે તેણે પરત કરેલ માલની રકમ જમા કરવા જે ચિઠ્ઠી મોકલવામાં આવે છે, તેને જમાચિઠ્ઠી કહે છે.

6. માલની ઉધાર ખરીદીનો વ્યવહાર કઈ પેટાનોંધમાં નોંધાશે ?

જવાબ :- માલની ઉધાર ખરીદીનો વ્યવહાર ખરીદનોંધમાં નોંધાશે.

7. ખરીદનોંધનું બીજું નામ આપો.

જવાબ :- ખરીદનોંધને જમાનોંધ તરીકે પણ ઓળખવામાં આવે છે.

8. વેપારી ખરીદનોંધ કેટલી મુદતની રાખી શકે ?

જવાબ :- વેપારી ખરીદનોંધ પોતાની જરૂરિયાત અને અનુકૂળતા મુજબ નિયત મુદતની રાખી શકે છે. આ મુદત અઠવાડિક, પખવાડિક, માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક હોય શકે.

9. ખરીદનોંધના પ્રકારો કેટલા અને કયા કયા ?

જવાબ :- ખરીદનોંધના મુખ્ય બે પ્રકાર છે. 
(૧) સાદી ખરીદનોંધ
(૨) ખાનાંવાળી ખરીદનોંધ

10. માલના પ્રકાર મુજબ ખાનાંવાળી ખરીદનોંધનો ઉપયોગ ક્યારે થાય છે ?

જવાબ :- જ્યારે વેપારી એક કરતાં વધુ પ્રકારની ચીજવસ્તુઓ ખરીદે ત્યારે તે દરેક વસ્તુ માટે અલગ અલગ ખરીદનોંધ તૈયાર કરવાને બદલે માલના પ્રકાર મુજબ ખાનાંવાળી ખરીદનોંધ તૈયાર કરે છે.

11. પેટાનોંધના બે ફાયદા જણાવો.

જવાબ :- પેટાનોંધના બે ફાયદા નીચે મુજબ છે.
(૧) પેટાનોંધ રાખવાથી શ્રમ વિભાજનનો લાભ મેળવી શકાય છે.
(૨) ઓડિટરનું હિસાબો તપાસવાનું કાર્ય સરળ અને ઝડપી બને છે.

12. વેચાણનોંધમાં કયા વ્યવહારો નોંધાય છે ?

જવાબ :- વેચાણનોંધમાં માલના ઉધાર વેચાણના વ્યવહારો નોંધાય છે.

13. ખરીદ પરતનોંધ બીજા કયા નામે ઓળખાય છે ?

જવાબ :- ખરીદ પરતનોંધને માલ પરત ઉધારનોંધના નામે ઓળખવામાં આવે છે.

14. ઉધારચિઠ્ઠી કોણ કોના પર લખે છે ?

જવાબ :- માલ ખરીદનાર વેપારી માલ વેચનાર વેપારી પર ઉધારચિઠ્ઠી લખે છે.

15. જમાચિઠ્ઠી ક્યારે લખવામાં આવે છે ?

જવાબ :- ગ્રાહકે પરત કરેલ માલની રકમ તેમના ખાતે જમા કરી છે તેની જાણ માટે જમાચિઠ્ઠી લખવામાં આવે છે.

16. વેચાણ પરતનોંધ તૈયાર કરવા માટે કયો દસ્તાવેજ અગત્યનો છે ?

જવાબ :- વેચાણ પરતનોંધ તૈયાર કરવા માટે જમાચિઠ્ઠી એ અગત્યનો દસ્તાવેજ છે.

17. જમાચિઠ્ઠી કયાં કારણોસર લખવામાં આવે છે ?

જવાબ :- જમાચિઠ્ઠી આ કારણોસર લખવામાં આવે છે.
(૧) ગ્રાહક કોઈ પણ કારણસર વેચેલ માલ પરત કરે
(૨) ગ્રાહકને વધુ રકમનું ભરતિયું મોકલેલ હોય
(૩) હિસાબી ગણતરીમાં ભૂલ હોય
(૪) ગ્રાહકને કોઈ પણ પ્રકારનું વળતર આપવાનું હોય

18. દેવીહૂંડી નોંધમાં કયા વ્યવહારો નોંધાય છે ?

જવાબ :- દેવીહૂંડી નોંધમાં વેપારી પોતે સ્વીકારેલ હુંડીઓના વ્યવહારો નોંધે છે.

19. ખર્ચ સહિતની ખરીદ - પરતનોંધમાં મહાજન લાગાનો શા માટે સમાવેશ થતો નથી ?

જવાબ :- ખર્ચ સહિતની ખરીદ પરતનોંધમાં મહાજન લાગાનો સમાવેશ થતો નથી, કારણ કે મહાજન લાગાની રકમ પરત મળતી નથી.



રવિવાર, 12 માર્ચ, 2023

1. હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો || STD 11 ACCOUNT PART 1 CH 1 || ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1 ch 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો || STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS

STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS
Std 11 Account Part 1 CH 1

ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1

Std 11 Account Part 1 ch 1 

1. હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો 

STD 11 ACCOUNT IMP QUESTION

STD 11 ACCOUNT MOST IMP QUESTION

હજારો વર્ષ પહેલાં રખડતું જીવન જીવતા માનવીએ કાળક્રમે અને અનુભવે અંતે નદીકિનારે વસવાટ કર્યો...

કાર્યની વહેંચણી થઈ અને વસ્તુઓની જરૂરિયાતના કારણે વિનિમયની શરૂઆત થઈ...

પરિણામે બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિની શરૂઆત થઈ...

પરંતુ આ પદ્ધતિની ઘણી મર્યાદાના કારણે નાણાંની શોધ થઈ.

વસ્તુ નાણું ખરીદે છે અને નાણું વસ્તુ ખરીદે છે...

જે વ્યવસ્થામાં નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવે, તેને નાણાકીય અર્થવ્યવસ્થા કહે છે...

સંચાલકીય હિસાબી પદ્ધતિના પ્રકારો :-

1. નાણાંકીય હિસાબી પદ્ધતિ
2. પડતર હિસાબી પદ્ધતિ
3. સંચાલકીય હિસાબી પદ્ધતિ

દ્વિનોંધી નામાપદ્ધતિમાં હિસાબો તૈયાર કરવાના આધારો :-
1. વેપારી ધોરણે
2. રોકડના ધોરણે
3. મિશ્ર ધોરણે

હિસાબો તૈયાર કરવાના તબક્કા :- 
1. આમનોંઘ / પેટાનોંધ
2. ખાતાવહી ખતવણી
3. કાચું સરવૈયું 
4. વાર્ષિક હિસાબો

એક વાક્યમાં જવાબ આપો.

1. ધંધામાં મૂડી કોના દ્વારા આપવામાં આવે છે ?
જવાબ :- ધંધામાં મૂડી માલિક દ્વારા આપવામાં આવે છે.

2. ઘાલખાધ ધંધા માટે શું કહેવાય છે ?
જવાબ :- ઘાલખાધ ધંધા માટે નુકશાન છે.

3. સ્થિર નાણાં મૂલ્ય એટલે શું ?
જવાબ :- ભૂતકાળમાં ખરીદવામાં આવેલ મિલકત એ જ કિંમતે ભવિષ્યમાં પુનઃ સ્થાપના કરી શકાતી હોય, તો તેને સ્થિર નાણાં મૂલ્ય કહે છે.

4. દ્વિનોંધી નામા પદ્ધતિ એટલે શું ?
જવાબ :- દ્વિનોંધી નામા પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો, જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાં સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે.

5. મળેલ વટાવ એ ઉપજ છે કે ખર્ચ તે જણાવો.
જવાબ :- મળેલ વટાવ એ ઉપજ છે.

-: પારિભાષિક શબ્દો :-

1. મૂડી :- 

જવાબ :- ધંધાના માલિકે ધંધો ચલાવવા માટે પૂરી પાડેલ રકમને મૂડી કહે છે.

આ રકમ તરીકે ધંધાનો માલિક રોકડ, માલ કે મિલકત ધંધામાં લાવે છે.

માલિકે ધંધાને આપેલ અવેજ એટલે મૂડી.

માલિક અવેજ આપનાર હોવાથી આ રકમ માલિકના મૂડી ખાતે જમા કરવામાં આવે છે.

મૂડી એટલે જવાબદારી કરતા મિલકતનો વધારો.

2. ઉપાડ

જવાબ :- ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધાની માલિકીની ચીજવસ્તુ, સેવા, રોકડ કે અન્ય મિલકતો મેળવે તેને ઉપાડ કહે છે.

ઉપાડની રકમની મૂડીમાંથી બાદ કરવામાં આવે છે.

ઉપાડની રકમથી મૂડીમાં ઘટાડો થાય છે.

માલિક ધંધાને મૂડી આપે છે, જ્યારે ધંધો માલિકને ઉપાડ આપે છે.

3. મિલકત

જવાબ :- મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ / બાબત જે ધંધાની માલિકીની હોય અને તેનું આર્થિક મૂલ્ય હોય.

મિલકતના પ્રકારો :-

(૧ ) બિન ચાલુ મિલકતો :- જે મિલકતો એક વર્ષથી વધુ સમયગાળાની હોય તેને બિનચાલુ મિલકતો કહે છે. ૧. દ્રશ્ય મિલકત અને ૨. અદ્રશ્ય મિલકત.

(૨) ચાલુ મિલકતો :- જે મિલકતોનો સમયગાળો એક વર્ષ કરતા ઓછા સમયનો હોય તેને ચાલુ મિલકતો કહે છે. 
સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહે છે.

(૩) અવાસ્તવિક મિલકતો :- જે મિલકતો ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી, તેને અવાસ્તવિક મિલકત કહે છે.
તેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે.


4. દેવું

જવાબ :- ધંધાની લેવડ - દેવડ અંગે જે રકમો વેપારીએ ચૂકવવાની બાકી હોય તેને દેવું કહે છે.
દા.ત. લેણદારો, દેવીહૂંડી, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવકો.

(૧) ચાલુ દેવું :- એક વર્ષથી ઓછી મુદતમાં ચૂકવવાપાત્ર દેવું
(૨) લાંબાગાળાનું દેવું :- એક વર્ષથી વધુ મુદતમાં ચૂકવવાપાત્ર દેવું 

5. લેણું

જવાબ :- ધંધાની લેવડ - દેવડ અંગે જે રકમો વેપારીએ મેળવવાની બાકી હોય તેને લેણું કહે છે.
દા.ત. દેવાદારો, લેણીહૂંડી, મળવાની બાકી આવક, અગાઉથી ચૂકવેલ ખર્ચ.

6. દેવાદારો

જવાબ:- વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને શાખ પર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે ગ્રાહકોને દેવાદારો તરીકે ઓળખવામાં આવે છે.

દેવાદારો ચાલુ મિલકત છે.

7. લેણદારો

જવાબ :- જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે છે તે વ્યક્તિ ધંધાનો લેણદાર બને છે.

લેણદારો ચાલુ દેવું છે.

8. ખર્ચા 

જવાબ :- ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારોને પરિણામે નાણાં ચૂકવવામાં આવે તેને ખર્ચા કહે છે.

દા.ત. ચૂકવેલ મજૂરી, યંત્રની ખરીદી

9. મહેસૂલી ખર્ચ 

જવાબ :- જો ખર્ચેલ રકમનો લાભ જે - તે હિસાબી સમય પૂરતો હોય, તો તે ખર્ચેલ રકમને ખર્ચ કે મહેસૂલી ખર્ચ કહે છે.

10. ધંધાકીય વ્યવહાર 

જવાબ :- બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે માલ કે સેવાના નાણાંના બદલામાં થતાં વિનિમયને ધંધાકીય વ્યવહાર કહે છે.

11. આવક :-

જવાબ :- કોઈ વાસ્તવિક પ્રવૃત્તિ દ્વારા જે કોઈ રકમ પ્રાપ્ત થાય તેને આવક કહે છે.

માલ વેચવાથી કે સેવા આપવાથી મળેલ રોકડ.

આવકના બે પ્રકાર છે :-

(૧) મૂડી આવક

જવાબ :- મિલકતોનું વેચાણ કે લાંબાગાળાનું દેવું કરી પ્રાપ્ત કરેલ રકમને મૂડી આવકો કહે છે.
દા.ત. યંત્ર વેચાણની આવક, ડિબેંચર બહાર પાડતા થયેલ આવક.

મૂડી આવકો ધંધામાં નિયમિત અને વારંવાર મળતી નથી.

(૨) મહેસૂલી આવક

જવાબ :- ધંધાના રોજબરોજના વ્યવહારમાંથી નિયમિત સ્વરૂપે મળતી આવકને મહેસૂલી આવકો કહે છે.
દા.ત. મળેલ દલાલી, મળેલ વ્યાજ, માલના વેચાણ દ્વારા મળેલ રકમ.

મેહસુલી આવકો ધંધામાં નિયમિત અને વારંવાર મળતી રહે છે.

12. પડતર :-

જવાબ :- કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે, તે ખર્ચાઓના સરવાળાને પડતર કહે છે.

13. ઉધાર

જવાબ :- દ્વિનોંધી નામા પદ્ધતિમાં ખાતાની ડાબી બાજુને ઉધાર કહે છે.

14. જમા

જવાબ :- દ્વિનોંધી નામા પદ્ધતિમાં ખાતાની જમણી બાજુને ઉધાર કહે છે.

15. ખાતું 

જવાબ :- ખાતું એટલે અમુક સમય માટે વ્યક્તિ, માલ, મિલકત, ઉપજ કે ખર્ચ અંગેની લેવડ - દેવડની વિગતોને રજૂ કરતું હિસાબી તારણ એટલે ખાતું.

એક જ પ્રકારના વ્યવહારોને અન્ય વ્યવહારોથી અલગ પાડવા માટે રાખવામાં આવતું પદ્ધતિસરનું તારણ એટલે ખાતું.

16. ઉપજ

જવાબ :- જ્યારે વસ્તુ કે સેવા આપવામાં આવે અને તેની સામે અવેજ મળે કે મળવાના બાકી રહે તેવા અવેજને ઉપજ કહે છે.
ઉધાર વેચાણમાં વેચાણની રકમ મળવાની બાકી હોવા છતાં ઉપજ ગણાય.

17. સ્ટોક 

જવાબ :- સ્ટોક એટલે ખરીદેલ માલ પૈકી વધેલ માલ.

18. આંતરિક જવાબદારી

જવાબ :- ધંધાએ માલિકને ચૂકવવાની રકમને ધંધાની આંતરિક જવાબદારી કહે છે.

19. ઉધારવું

જવાબ :- ઉધારવું એટલે ખાતાની ઉધાર એટલે કે ડાબી બાજુએ હિસાબી નોંધ લખવું.

20. ખરીદી

જવાબ :- પેઢી ધંધાનો માલ રોકડેથી, ચેકથી કે ઉધાર મેળવે તેને માલની ખરીદી કહે છે.

વેપારી જ્યારે ધંધામાં માલ ખરીદે ત્યારે ખરીદ ખાતે ઉધારાય છે.

21. વેચાણ

જવાબ :- પેઢી ધંધાનો માલ રોકડેથી, ચેકથી કે ઉધાર ગ્રાહકને આપે તેને માલનું વેચાણ કહે છે.

વેપારી જ્યારે ધંધામાં માલ વેચે ત્યારે વેચાણ ખાતે જમા કરાય છે.

22. નફો

જવાબ :- મહેસૂલી આવક અને મહેસુલી જાવક વચ્ચેના તફાવતને નફો કહે છે.

23. નુકશાન

જવાબ :- નુકશાન એટલે કોઈ પણ પ્રકારનો લાભ મેળવ્યા વગર ગુમાવેલ રકમ.

દા.ત. અકસ્માતમાં નાશ પામેલ માલની રકમને નુકશાન કહેવાય.

24. લાભ :-

જવાબ :- ધંધાને આનુષંગિક વ્યવહારમાંથી મળેલ નફાને લાભ કહે છે.

દા.ત. જૂનું ફર્નિચર વેચતા થયેલ નફો.

25. વ્યવહાર 

જવાબ :- બે વ્યક્તિ કે સંસ્થા વચ્ચે થયેલ લેવડ - દેવડ, આપ - લે અને અદલા - બદલી એટલે વ્યવહાર

26. બનાવ 

જવાબ :- બનાવ એટલે વ્યવહારમાંથી ઉદભવેલ પરિણામ કે પરિસ્થતિ.

27. વેપારી વટાવ

જવાબ :- વેપારી દ્વારા ગ્રાહકને વેચાણ સમયે છાપેલી કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહે છે.

વેપારી વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી.

28. રોકડ વટાવ 

જવાબ :- માલ ખરીદનાર નાણાં વહેલા કે નિયત સમયમર્યાદામાં ચૂકવે તે હેતુથી આકર્ષણરૂપે રોકડની આપ - લે વખતે આપવામાં આવતા વતાવને રોકડ વટાવ કહે છે.

રોકડ વટાવની ચોપડે નોંધ થાય છે.

નીચેના પ્રશ્નોના ટુંકમાં જવાબ આપો.

1. વર્તમાન સમયમાં નાણામાં કયા ચલણનો ઉપયોગ કરવામાં આવે છે ?

જવાબ :- વર્તમાન સમયમાં નાણામાં સિક્કાઓ, પેપર ચલણ અને પ્લાસ્ટિક ચલણનો ઉપયોગ કરવામાં આવે છે.

2. ભારતના સમર્થ ઇતિહાસકારો કોનો ઉલ્લેખ કરીને હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્વ સમજાવે છે.

જવાબ :- ચાણક્યના અર્થશાસ્ત્રનો

3. પ્રવર્તમાન સમયમાં વસ્તુ ખરીદવા કે સેવા પ્રાપ્ત કરવા ફેરબદલીના માધ્યમ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે ?

જવાબ :- નાણાંનો 

4. જે વ્યવસ્થામાં નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે, તેને કઈ રીતે ઓળખવામાં આવે છે ?

જવાબ :- નાણાકીય વ્યવસ્થા

5. દેવાદારો કઈ મિલકત ગણવામાં આવે છે ?

જવાબ :- ચાલુ મિલકત

6. ઘસારો એ ધંધાનો કેવો ખર્ચ છે ?

જવાબ :- ઘસારોએ ધંધાનો બિન રોકડ ખર્ચ છે.

7. સદ્ધર વ્યક્તિ કોને કહે છે ?

જવાબ :- જેની મિલકતો તેની જવાબદારી કરતા વધારે હોય તે વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં સદ્ધર વ્યક્તિ કહે છે.

8. હિસાબો લખવાની પ્રાચીન પદ્ધતિ કઈ છે ?

જવાબ :- દેશી નામા પદ્ધતિ

9. વેપારી ધોરણે હિસાબો તૈયાર કરતાં કયા વર્ષના વ્યવહારો નોંધવામાં આવે છે ?

જવાબ :- તે જ વર્ષના તમામ વ્યવહારો

10. રોકડના ધોરણે હિસાબો તૈયાર કરતાં કયા વર્ષના વ્યવહારો નોંધવામાં આવે છે ?

જવાબ :- તે જ વર્ષના ફક્ત રોકડના વ્યવહારો