10. કાચું સરવૈયું
STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS
Std 11 Account Part 1 CH 10 PDF
ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1
Std 11 Account Part 1 ch 10 કાચું સરવૈયું
કાચું સરવૈયું એ પત્રક છે, ખાતું નથી.
કાચું સરવૈયું વાર્ષિક હિસાબો તૈયાર કરતાં પહેલાં તૈયાર કરવામાં આવે છે.
કાચું સરવૈયું એ ખાતાવહી અને વાર્ષિક હિસાબો વચ્ચે કડીરૂપ છે.
નીચેના પ્રશ્નનો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો.
1. કાચું સરવૈયું કયા તબક્કા પછી તૈયાર કરવામાં આવે છે ?
જવાબ :- ખાતાવહી પછી
2. કાચા સરવૈયાના આધારે કઈ બાબત તૈયાર કરવામાં આવે છે ?
જવાબ :- વાર્ષિક હિસાબો
3. કાચા સરવૈયામાં કેટલા સમયના ખાતાં હોય છે ?
જવાબ :- 1 વર્ષના
4. કાચું સરવૈયું કઈ કઈ રીતે તૈયાર કરી શકાય ?
જવાબ :- (a) અથવા (d)
5. ગાણિતિક દ્રષ્ટિએ કાચું સરવૈયું સાચું એટલે .............
જવાબ :- બંને બાજુનો સરખો સરવાળો
6. કાચું સરવૈયું એ .............. છે.
જવાબ :- પત્રક
7. ખાતાવહી અને વાર્ષિક હિસાબો વચ્ચે શું કડીરૂપ છે ?
જવાબ :- કાચું સરવૈયું
8. કાચું સરવૈયું તૈયાર કરવાનો મુખ્ય હેતુ કઈ દ્રષ્ટિએ હિસાબો સાચા છે કે નહિ તે જાણવાનો છે ?
જવાબ :- ગણિતની
9. ચોક્કસ સમયના અંતે વિવિધ ખાતાં કઈ અને કેટલી બાકી દર્શાવે છે તે યાદી કે પત્રક એટલે ?
જવાબ :- કાચું સરવૈયું
10. કાચું સરવૈયું તૈયાર કરવાથી આડકતરી રીતે કોના પર અંકુશ રાખી શકાય છે ?
જવાબ :- કર્મચારી
11. હિસાબોની ગાણિતિક ચકાસણી માટે શું તૈયાર કરવામાં આવે છે ?
જવાબ :- કાચું સરવૈયું
12. કાચું સરવૈયું ન મળે ત્યારે કામ ચલાઉ કયા ખાતા દ્વારા મેળવી લેવામાં આવે છે ?
જવાબ :- ઉપલક ખાતાં
13. કાચું સરવૈયું જુદા જુદા ખાતાઓની ............... પરથી તૈયાર કરવામાં આવે છે.
જવાબ :- બાકીઓ
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.
1. કાચું સરવૈયું ગણિતની દૃષ્ટિએ ક્યારે સાચું કહેવાય ?
જવાબ :- કાચા સરવૈયામાં દર્શાવેલ ઉધાર બાકીઓનો અને જમા બાકીઓનો સરવાળો સરખો થાય, તો ગણિતની દૃષ્ટિએ સાચું કહેવાય.
2. કાચા સરવૈયામાં કેટલી બાજુઓ હોય છે ?
જવાબ :- કાચા સરવૈયામાં બાજુઓ નથી હોતી, તે પત્રક છે.
3. કાચા સરવૈયાના બંને બાજુના સરવાળા વિશે તમે શું જાણો છો ?
જવાબ :- કાચા સરવૈયામાં દર્શાવેલ ઉધાર બાકીઓનો સરવાળો અને જમા બાકીઓનો સરવાળો સરખો હોવો જોઈએ.
4. કાચા સરવૈયાનો અર્થ આપો.
જવાબ :- કોઈ ચોક્કસ હિસાબી મુદતના અંતે ધંધાના દરેક ખાતાની ઉધાર અને જમા બાજુની રકમોનો સરવાળો કે તેમની બાકીઓ દર્શાવતું પત્રક એટલે કાચું સરવૈયું.
5. કાચું સરવૈયું તૈયાર કરવાનો મુખ્ય હેતુ જણાવો.
જવાબ :- કાચું સરવૈયું તૈયાર કરવાનો મુખ્ય હેતુ ગણિતની દૃષ્ટિએ હિસાબો સાચા છે કે નહિ તે જાણવાનો છે.
6. કાચું સરવૈયું ખાતું છે ?
જવાબ :- કાચું સરવૈયું એક પત્રક છે, ખાતું નથી.
7. કાચું સરવૈયું તૈયાર કરવાની પદ્ધતિઓ કેટલી ? કઈ કઈ ?
જવાબ :- કાચું સરવૈયું તૈયાર કરવાની બે પદ્ધતિઓ છે. (૧) સરવાળાની પદ્ધતિ (૨) ખાતાની બાકીની પદ્ધતિ
8. કાચા સરવૈયામાં ગમે તે બે લક્ષણો જણાવો.
જવાબ :- કાચા સરવૈયાનાં લક્ષણો નીચે મુજબ છે.
(૧) કાચું સરવૈયું એ પત્રક છે, ખાતું નથી.
(૨) કાચું સરવૈયું ચોક્કસ હિસાબી સમયના અંતે કોઈ ચોક્કસ તારીખના રોજ તૈયાર કરવામાં આવે છે.
ખૂબ જ અગત્યના દાખલા
પ્રશ્ન નંબર - 4
પ્રશ્ન નંબર - 5
પ્રશ્ન નંબર - 6
પ્રશ્ન નંબર - 7
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો