STD 12 ECO IMP
STD 12 ECO MOST IMP BOARD EXAM 
STD 12 Liberty Solution 2023
MARCH 2020 PAPER SOLUTION
ECO PAPER SOLUTION MARCH 2020
SECTION - A
1. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે ?
જવાબ :- અસતત
2. વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું.
જવાબ :- ટોડેરો
3. ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી ?
જવાબ :- સાટા પ્રથા
4. વિશ્વની સૌપ્રથમ બેંકની સ્થાપના કયા દેશમાં થઈ ?
જવાબ :- સ્પેન
5. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના ચાર માપદંડો કોણે રજૂ કર્યા ?
જવાબ :- રાજકૃષ્ણ સમિતિ
6. વર્ષ 2014 - 15 ના અંદાજ પ્રમાણે ખેતીક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું ?
જવાબ :- 49 %
7. ટચૂકડા ઉદ્યોગોમાં મૂડીરોકાણની મર્યાદા કેટલી છે ?
જવાબ :- 25 લાખ
8. વર્ષ 2011 - 12 માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું ?
જવાબ :- 24.3 %
9. વીજળી ઉત્પાદનનું કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવે છે ?
જવાબ :- થર્મલ પાવર
10. ભારત સરકારના કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ આરોગ્ય પાછળ ખર્ચે છે ?
જવાબ :- 4.4 %
SECTION - B
11. માથાદીઠ આવક એટલે શું ?
જવાબ :- માથાદીઠ આવક એ સરેરાશ માપ છે. દેશની કુલ વસ્તી વડે ભાગતા માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે.
12. ફુગાવો એટલે શું ?
જવાબ :- વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધુ ઝડપથી વધે તો તે ફુગાવો છે.
13. નાણાંનો અર્થ આપો.
જવાબ :- વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત હોય તે નાણું છે.
14. IRDP નું પૂરું નામ જણાવો. 
જવાબ :- INTEGRATED RURAL DEVELOPMENT PROGRAMME 
15. Drain of Brain નો અર્થ આપો.
જવાબ :- વર્તમાન સમયમાં ઉચ્ચ લાયકાત અને તાલીમ ધરાવતા ભારતીય યુવકો પોતાના દેશમાં યોગ્ય કામ ન મળતા વિદેશમાં જાય છે. બુદ્ધિ ધનના આ પ્રવાહને DRAIN OF BRAIN કહે છે.
16. દીન દયાલ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના DUGJY નો હેતુ જણાવો.
જવાબ :- દીન દયાલ ઉપાધ્યાય ગ્રામજ્યોતી યોજનાનો હેતુ ગ્રામ્ય વિસ્તારમાં 24 × 7 સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનો છે.
17. રોકડિયા પાકનો અર્થ આપો.
જવાબ :- જે પાક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાતો હોય તેને રોકડીયો પાક કહે છે.
18. વિદેશ વ્યાપારમાં કયું ઉત્પાદનનું સાધન વધારે ગતિશીલ બન્યું છે ?
જવાબ :- વિદેશ વેપારમાં નિયોજન શક્તિ આજના સમયમાં વધુ ગતિશીલ બન્યું છે.
19. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું ?
જવાબ :- વિશિષ્ટ આર્થિક વિસ્તાર એક એવો કરમુક્ત વિસ્તાર છે કે જેમાં આર્થિક કાયદાઓ દેશના અન્ય કાયદાઓથી ભિન્ન હોય છે.
આ એવો વિસ્તાર છે જે વિદેશી મૂડીરોકાણને આકર્ષે છે અને અંકુશો મુક્ત નિકાસોનું વાતાવરણ સર્જે છે.
20. વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય ?
જવાબ :- પર્યાવરણીય પરિબળોમાં વિકાસની પ્રક્રિયાના કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે.
SECTION - B
1. વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું.
જવાબ :- ટોડેરો
2. આર્થિક વિકાસના નિર્દેશકો કેટલા છે ?
જવાબ :- ચાર
3. સતત અને સર્વગ્રાહી ભાવવધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય.....
જવાબ :- ઘટે છે.
4. RBI અન્ય બેન્કો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય ?
જવાબ :- રીવર્સ રેપો રેટ 
5. તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011 - 12 માટે શહેરી ક્ષેત્રોની ગરીબીરેખા નક્કી કરવા  કેટલા રૂપિયા નક્કી કર્યા છે ?
જવાબ :- 1000
6. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે ?
જવાબ :- ચક્રીય
7. સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે કયા વયજૂથની વ્યક્તિઓનો સમાવેશ થાય છે ?
જવાબ :- 15 - 64
8. ભારતમાં દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે ?
જવાબ :- 10 વર્ષે
9. આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે ?
જવાબ :- મૂડી
10. 2050 સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરોમાં વસતી હશે ?
જવાબ :- 2/3
SECTION - B
11. ડેટા CD એટલે શું ?
જવાબ :- કેટલીક સંસ્થાઓ જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે તેને ડેટા CD કહે છે.
12. માથાદીઠ આવક એટલે શું ?
જવાબ :- દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક આવે તે માથાદીઠ આવક છે.
13. મધ્યસ્થ બેંકનો અર્થ આપો.
જવાબ :- મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય.
14. કોલ મની ( CALL MONEY ) કોને કહેવાય ?
જવાબ :- જ્યારે ટૂંકાગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે છે તેને CALL MONEY કહે છે.
15. ભારતમાં ગરીબી રેખા માટે શું ધ્યાનમાં લેવાય છે ?
જવાબ :- ભારતમાં ગરીબીરેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા માટે જરૂરી ખોરાક પાછળ થતાં લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે.
16. માનવ મૂડી રોકાણ એટલે શું ?
જવાબ :- માનવ ક્ષમતાઓના વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્યવર્ધનમાં જે મૂડીરોકાણ કરવામાં આવે છે તેને માનવ મૂડીરોકાણ કહે છે.
17. વિકસિત દેશોમાં સમાન્ય રીતે કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે ?
જવાબ :- વિકસિત દેશોમાં સામાન્ય રીતે ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી જોવા મળે છે.
18. જાતિ પ્રમાણ એટલે શું ?
જવાબ :- દેશની વસ્તીમાં પ્રતિ દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી - પુરુષનું પ્રમાણ અથવા જાતિ પ્રમાણ કહે છે.
19. કોઈ પણ ત્રણ જાહેર નિગમના નામ આપો.
જવાબ :- જીવન વીમા નિગમ, એર ઇન્ડિયા, IFFCO, GSFC વગેરે જાહેર નિગમ તરીકે ઓળખાય છે.
20. વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય ?
જવાબ :- પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતાં સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે.
 
   
 
 
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો